Site icon

SBI સહિત 18 બેન્કોના ખાતાધારકો ટાર્ગેટ પર- આ એન્ડ્રોઇડ વાયરસ કરી રહ્યો છે સ્ક્રીન રેકોર્ડિંગ- આવી ભૂલ ન કરતા નહીં તો ખાતું થઈ જશે ખાલી 

SBI Amrit Kalash FD : This popular scheme of SBI will be closed on August 15, the interest on FD is amazing!

SBI Amrit Kalash FD : This popular scheme of SBI will be closed on August 15, the interest on FD is amazing!

News Continuous Bureau | Mumbai

દેશમાં બેન્કિંગ કૌભાંડના કેસો(Banking fraud cases) ઝડપથી વધી રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારની(Central Govt) ઈન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે(Indian Computer Emergency Response Team) એક મોલવેરને લઇને ચેતવણી જાહેર કરી છે. ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI સહિત 18 બેંકોના ગ્રાહકોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેનું નામ Drinik છે.  આ Drinik એન્ડ્રોઇડ ટ્રોજન વાયરસનું(Android Trojan virus) નવું વર્ઝન શોધી કાઢવામાં આવ્યું છે અને આ વર્ઝન ભારતમાં 18 મોટી બેંકોને ટાર્ગેટ કરશે એવું કહેવાય છે.

Join Our WhatsApp Community

આ ટ્રોજન વાયરસ દ્વારા ગ્રાહકોના અંગત ડેટા અને બેંકિંગ ઓળખપત્રની(data and banking credentials0 ચોરી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ ટ્રોજન વાયરસ ભારતમાં 2016 થી છે અને અગાઉ તેનો ઉપયોગ ફક્ત SMS ચોરી કરવા માટે થતો હતો. પરંતુ સપ્ટેમ્બર 2021થી તેમાં બેંકિંગ ટ્રોજન(Banking Trojan) પણ ઉમેરવામાં આવ્યું છે.

ડ્રિંકિન વાયરસનું આ વર્ઝન યુઝર્સને ફિશિંગ પેજ પર લઈ જાય છે અને પછી યુઝર્સના ડેટાની ચોરી કરે છે. અહેવાલો અનુસાર, આ વાયરસના નિર્માતાઓએ તેને સંપૂર્ણ એન્ડ્રોઇડ બેંકિંગ ટ્રોજનમાં વિકસાવ્યું છે. 
આ વાયરસ વપરાશકર્તાઓના ફોનમાં પ્રવેશ કરે છે અને સ્ક્રીન રેકોર્ડિંગ, કી-લોગિંગ, ઍક્સેસિબિલિટી સેવાઓ અને અન્ય વિગતો ચોરી કરે છે. તેનું નવીનતમ સંસ્કરણ iAssist નામની એપ્લિકેશન સાથે આવે છે. ઘણા વપરાશકર્તાઓ ઇન્ટરનેટ વિભાગના ટેક્સ મેનેજમેન્ટ ટૂલને ડાઉનલોડ કરી રહ્યાં છે. આ એપ ઇન્સ્ટોલ કર્યા પછી, આ વાયરસ મેસેજ વાંચવા, પ્રાપ્ત કરવા અને મોકલવાની પરવાનગી માંગે છે. આ સિવાય, તે વપરાશકર્તાઓના કૉલ લોગ અને બાહ્ય સ્ટોર્સની ઍક્સેસ પણ લે છે. તમે તેને બધી મંજૂરી આપો તો તેનું કામ થઈ જાય. આ પછી, તે વપરાશકર્તાઓને ઍક્સેસિબિલિટી સેવાઓનો ઉપયોગ કરવાની પરવાનગી માંગે છે. પરવાનગી મળ્યા પછી, આ ટ્રોજન Google Play Protect ને અક્ષમ કરે છે. 

આ સમાચાર પણ વાંચો :  Elon Musk ના હાથમાં હવે ટ્વિટરની કમાન- CEO પરાગ અગ્રવાલ સહિત આ અધિકારીને બહારનો રસ્તો દેખાડ્યો

ટ્રોજન હાવભાવ નેવિગેશન, સ્ક્રીન રેકોર્ડિંગ અને કી પ્રેસને પણ કેપ્ચર કરે છે. આ વર્ઝનમાં ફિશિંગ પેજને બદલે વાસ્તવિક આવકવેરા સાઇટનું પેજ ખુલે છે. આ વાયરસ વેબ વ્યુની મદદથી આવકવેરા સાઈટ ખોલે છે.  યુઝર જેવું અહીં લોગ ઇન કરે. તે સ્ક્રીન રેકોર્ડિંગની મદદથી તેની વિગતો ચોરી લે છે.

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version