ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ડિસેમ્બર 2021
બુધવાર
વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર આજથી શરૂ થયો છે. રિઝર્વ બેંકે વર્ષ 2021 માટેની રજાઓનું લિસ્ટ કર્યું છે. જે મુજબ દેશની તમામ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો સપ્તાહની રજાઓ સહિત ડિસેમ્બર મહિનામાં 12 દિવસ બંધ રહેશે. આરબીઆઈની યાદીમાં ડિસેમ્બર મહિના દરમિયાન ક્રિસમસ સહિત સાત રજાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી આ રજાઓ તમારા બેન્કિંગના જરૂરી કામોમાં બાધારૂપ ન બને તે માટે અમે તમને રજાની તારીખો વિશે જણાવવા જઇ રહ્યા છીએ.કોઇ પણ બેંક વ્યવહાર કરતા પહેલા એક વખત આ યાદી જરૂર તપાસી લો, જેથી તમારે ભવિષ્યમાં કોઇ અગવડતાનો સામાનો કરવો ન પડે.
-3 ડિસેમ્બરે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના તહેવાર નિમિત્તે પણજીમાં બેંકો બંધ રહેશે.
-5 ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)
-11 ડિસેમ્બર – શનિવાર (મહિનાનો બીજો શનિવાર)
-12 ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)
-18 ડિસેમ્બરે યુ સોસો થામની પુણ્યતિથિ પર શિલોંગની બેંકો બંધ રહેશે.
-19 ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)
-24 ડિસેમ્બર- ક્રિસમસ ફેસ્ટિવલ (ઐઝવાલમાં બેંક બંધ)
-25 ડિસેમ્બર- ક્રિસમસ (બેંગાલુરૂ અને ભુવનેશ્વરને છોડીને બધી જ જગ્યાએ બેન્ક બંધ)
-26 ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)
-27 ડિસેમ્બર – નાતાલની ઉજવણીને કારણે ઐઝવાલની બેંકો બંધ.
-30 ડિસેમ્બર – યુ ક્વિઆંગ નોંગબાહ માટે શિલોંગમાં બેંકો બંધ રહેશે.
-31 ડિસેમ્બર – નવા વર્ષની સાંજના અવસર પર ઐઝવાલમાં બેંકો બંધ રહેશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ તમામ રજાઓ દરેક રાજ્યમાં લાગુ પડતી નથી. ભારત વિવિધતાઓનો દેશ હોવાથી અને દરેક અન્ય રાજ્યની સંસ્કૃતિ અને રીતરિવાજો બદલાય છે, એ જરૂરી નથી કે દરેક તહેવાર દરેક રાજ્યમાં ઉજવવામાં આવે. તે જ સમયે, કેટલાક રાજ્યોના પોતાના પ્રાદેશિક તહેવારો છે, જેનું મહત્વ વધુ છે, તેથી તે દિવસે બેંકો બંધ રહી શકે છે.