Site icon

કામના સમાચાર- બેંકના જરૂરી કામ જલ્દી પતાવી લેજો- સપ્ટેમ્બરમાં આટલા દિવસ બેંક રહેશે બંધ

 News Continuous Bureau | Mumbai

બેંકના મહત્વના કામકાજ હોય તો જલદી જ પૂરા કરી લેજો. કારણકે સતત બીજા મહિનામાં એટલે કે સપ્ટેમ્બર મહિનામાં પણ જુદા જુદા કારણથી દેશભરમાં 13 દિવસ બેંકો બંધ રહેવાની છે.

Join Our WhatsApp Community

ઓગસ્ટ મહિનામાં બેંક રજાઓના (Bank holidays) કારણે, જાહેર અને ખાનગી બેંકોમાં(private banks) કામકાજ બંધ રહ્યું હતું તેને કારણે સામાન્ય લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. ઓગસ્ટ મહિનામાં 7 દિવસ બાકી છે, ત્યારબાદ સપ્ટેમ્બર ચાલુ થવાનો છે. ત્યારે સપ્ટેમ્બરમાં બેંકો 13 દિવસ બંધ રહેશે.

આ સમાચાર પણ વાંચો: બેનામી લેવડદેવડ કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય-જાણો શું કહ્યું કોર્ટે

આવતા મહિને સપ્ટેમ્બરમાં બેંકો 13 દિવસ માટે બંધ રહેશે. જો કે દેશભરની તમામ બેંકો આટલા દિવસો સુધી બંધ નથી રહેવાની. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India) રજાઓની બહાર પાડવામાં આવેલી યાદીમાં કેટલીક રજાઓ પ્રાદેશિક પણ છે. જેમાં રાજ્યની બેંકો બંધ રહેશે અને ક્યાંક ખુલ્લી રહેશે. તેના આધારે તમારે તમારી બેંક સાથે સંબંધિત કામ સમયસર પતાવવાનું રહેશે.

સપ્ટેમ્બર મહિનામાં તહેવારોને કારણે બેંકોમાં કુલ 13 દિવસની રજાઓ છે. આમાં શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાનો સમાવેશ થાય છે.  બેંકની રજાઓ દરમિયાન જોકે ઓનલાઈન સુવિધાઓનો લાભ લઈ શકાશે. એટલે કે રજાના દિવસે પણ ઓનલાઈન બેન્કિંગ દ્વારા પૈસાની લેવડ-દેવડ કરી શકાશે.

આ સમાચાર પણ વાંચો:  રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નો નવો ફતવો-સપ્ટેમ્બર પછી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા ટ્રાન્જેક્શન કરતી વખતે આપવો પડશે આ નંબર

સપ્ટેમ્બર 1: ગણેશ ચતુર્થી(Ganesh Chaturthi)  (બીજો દિવસ) – પણજીમાં બેંકો બંધ

સપ્ટેમ્બર 4: રવિવાર (સાપ્તાહિક રજા)(weekly holiday)

સપ્ટેમ્બર 6: કર્મ પૂજા – રાંચીમાં બેંક બંધ

સપ્ટેમ્બર 7: પ્રથમ ઓણમ – કોચી અને તિરુવનંતપુરમમાં(Kochi and Thiruvananthapuram) બેંકો બંધ

સપ્ટેમ્બર 8: તિરુનામ- કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ

સપ્ટેમ્બર 9: ઈન્દ્રજાત્રા-ગંગટોકમાં(Indrajatra-Gangtok) બેંક બંધ

સપ્ટેમ્બર 10: શનિવાર (મહિનાનો બીજો શનિવાર), શ્રી નરવણ ગુરુ જયંતિ

આ સમાચાર પણ વાંચો: મધ્ય રેલવેનો પ્રવાસ ફરી એકવાર અટક્યો- સવાર સવારના સમયે આ સ્ટેશન પર રેલ વ્યવહાર ખોરવાયો- જાણો વિગતે 

સપ્ટેમ્બર 11: રવિવાર (સાપ્તાહિક રજા)

સપ્ટેમ્બર 18: રવિવાર (સાપ્તાહિક રજા)

સપ્ટેમ્બર 21: શ્રી નરવણે ગુરુ સમાધિ દિવસ – કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ

સપ્ટેમ્બર 24: શનિવાર (મહિનાનો ચોથો શનિવાર)

સપ્ટેમ્બર 25: રવિવાર (સાપ્તાહિક રજા)

સપ્ટેમ્બર 26: નવરાત્રી સ્થાપના / લેનિંગથૌ સનમાહી કા મેરા ચૌરેન હૌબા – ઇમ્ફાલ અને જયપુરમાં બેંકો બંધ.

આ સમાચાર પણ વાંચો: પ્રવાસીઓના રોષ સામે ઝૂકયુ રેલવે- તાજેતરમાં AC લોકલને લઈને લેવાયેલ આ નિર્ણય તાત્પૂરતો રાખ્યો મોકૂફ

Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Exit mobile version