News Continuous Bureau | Mumbai
ઓક્ટોબર(October month) મહિનો આડે હવે માત્ર 14 દિવસ બાકી છે. આગામી 14 દિવસોમાં બેંકો (Bank closed) 9 દિવસ બંધ રહેશે. તેથી, તમારી બેંકની કામગીરી ખોરવાઇ જવાની સંભાવના છે. દરમિયાન, હવે ચાલો જાણીએ કે આગામી 14 દિવસમાં બેંકો કયા દિવસે બંધ રહેશે.
ઓક્ટોબર તહેવારો(festive month) નો મહિનો છે. આગામી દિવસોમાં દેશમાં દિવાળી(DIwali)થી લઈને ગોવર્ધન પૂજા(Goverdhan pooja) અને ભાઈબીજ(Bhaidooj) સુધીના તહેવારો ઉજવવામાં આવશે. આ પ્રસંગે બેંકો બંધ રહેશે. તેથી જો બેંકને લગતુ કોઈ કામ બાકી હોય અથવા તમારે કેશ ઉપાડવા અથવા જમા કરાવવાના હોય તો તમે બેંકની રજાઓની યાદી (Bank holiday list) જોઈને જ ઘરની બહાર નીકળ જો.. કારણ કે આ મહિનામાં હવે બેંકો માત્ર 5 દિવસ માટે ખુલ્લી રહેશે.
આ સમાચાર પણ વાંચો : દેવભૂમિ કેદારનાથ નજીક હેલિકોપ્ટર થયું ક્રેશ- તમામ પ્રવાસીઓના નિપજ્યા મોત- ઘટનાનો વિડીયો આવ્યો સામે
રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા(RBI) દ્વારા જાહેર કરાયેલ બેંક રજાઓની યાદી મુજબ હવે બેંકો 9 દિવસ બંધ રહેશે. જો કે, આ રજાઓ સમગ્ર દેશ(Country) માં એક સાથે નહીં થાય. રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા હોલીડે કેલેન્ડર(Holiday calender) મુજબ રાજ્યો અને શહેરોમાં બેંકની રજાઓ અલગ અલગ હોય છે. તમારા શહેરમાં બેંકો કેટલી વખત બંધ રહેશે તે તે રાજ્યમાં ઉજવાતા તહેવાર પર આધારિત છે.
બેંકો આ દિવસે બંધ રહેશે
18 ઓક્ટોબર – કટી બિહુ – ગુવાહાટીમાં બેંક હોલીડે
22 ઓક્ટોબર – ચોથો શનિવાર બેંક રજા
23 ઓક્ટોબર – રવિવાર – બેંકો બંધ રહેશે
24 ઓક્ટોબર – કાલી પૂજા/દિવાળી (ગંગટોક, હૈદરાબાદ અને ઇમ્ફાલ સિવાય સમગ્ર દેશમાં બેંક રજા)
25 ઓક્ટોબર – લક્ષ્મી પૂજા/દિવાળી/ગોવર્ધન પૂજા (ગંગટોક, હૈદરાબાદ, ઇમ્ફાલ અને જયપુરમાં બેંકો બંધ રહેશે)
26 ઓક્ટોબર – ગોવર્ધન પૂજા/વિક્રમ સંવત નવા વર્ષનો દિવસ/ભાઈ દૂજ અને અન્ય તહેવારો – અમદાવાદ, બેંગલુરુ, બેંગલુરુ, દેહરાદૂન, ગગતક, જમ્મુ, કાનપુર, લખનૌ, મુંબઈ, નાગપુર, શિમલા, શ્રીનગરમાં બેંક રજાઓ.
આ સમાચાર પણ વાંચો : Redmi A1 Plus નું આજે પ્રથમ વેચાણ થયું શરૂ- 6999 રૂપિયામાં ખરીદવાની મળશે તક
27 ઓક્ટોબર – ભાઈ દૂજ / ચિત્રગુપ્ત જયંતિ / લક્ષ્મી પૂજા / દીપાવલી / નિંગોલ ચક્કુબા (ગંગટોક, ઇમ્ફાલ, કાનપુર, લખનૌમાં બેંક રજા)
30 ઓક્ટોબર – રવિવાર બેંક રજા
31 ઑક્ટોબર – સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છઠ (સવારે અર્ઘ્ય) / છઠ પૂજા (અમદાવાદ, રાંચી અને પટણામાં બેંકો બંધ રહેશે.
