Site icon

દેશના 1200થી વધુ શહેરોમાં વેપારીઓના ધરણા, ઈ-કોમર્સ કંપનીઓને બોરિયા બિસ્તરા બાંધવાની વેપારીઓએ આપી ચેતવણી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 25 નવેમ્બર  2021    
ગુરુવાર.

અમેરિકન કંપની એમેઝોન  ગેરકાયદેસર રીતે ગાંજાનું તેમ જ બોમ્બ બનાવવા માટે પ્રતિબંધિત કેમિકલ સહિત અન્ય સામાનનું વેચાણ કરી રહી છે. વેપારને લગતા તમામ નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. તેની સામે અનેક વખત ફરિયાદ કર્યા બાદ કેન્દ્ર સરકાર આંખ આડા કાન કરી રહી છે. તેથી સરકારની આવી નીતિ સામે વિરોધ કરવા બુધવારે દેશભરના વેપારીઓએ કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAIT) ના નેતૃત્વમાં વિરોધ પ્રદશર્ન કર્યા હતા, જેમાં મુંબઈ મસ્જિદ બંદર ખાતે વેપારીઓએ ધરણા યોજયા હતા. 

Join Our WhatsApp Community

બુધવારે દેશના 500થી વધુ જિલ્લાના 12000થી વધુ શહેરોમાં વેપારીઓએ વિરોધ પ્રદર્શન કરીને વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમ જ મુંબઈમાં અને થાણે કલેકટરમાં CAIT ના નેતૃત્વમાં એમેઝોન વિરુદ્ધ પગલા લેવાની માગણી સાથે આવેદનપત્ર પણ આપ્યું હતું. મસ્જિદ બંદરમાં મોટી સંખ્યામા વેપારીઓએ ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યા હતા. એ દરમિયાન એમેઝોનને ચેતવણી આપવામાં આવી હતી કે તે પોતાના વેપારી મોડેલના કાયદા અને નિયમોનું પાલન નહીં કરે તો તેણે ભારતમાંથી પોતાના બોરિયા બિસ્તરા બાંધવાની તૈયારી કરી લેવી પડશે.  

વેપારીઓએ વિરોધ પ્રદર્શન દરમિયાન એમેઝોનને ચેતવણી આપવાની સાથે જ સરકારને પણ ચેતવણી આપતા કહ્યું હતું કે જોક આ પ્રકરણમાં સરકારે તાત્કાલિક પગલાં ભરવા જ પડશે. અન્યથા દેશભરના વેપારીઓ “ભારત વ્યાપાર બંધ” જાહેર કરીને પોતાનો અવાજ વધુ બુલંદ બનાવશે. આ દરમિયાન CAIT દ્વારા એવો આરોપ પણ કરવામાં આવ્યો હતો કે ગાંજા વેચવાનો એમેઝોનનો જૂનો શોખ છે, કારણ કે અમેરિકન સરકાર પાસે એમેઝોને ગાંજા વેચવાને કાયદેસર કરવાની માગણી કરી ચૂકયું છે. 

 

ચા સાથે બિસ્કિટ ખાવું મોંઘું પડશે! પાર્લે-જી બિસ્કિટના ભાવમાં થશે આટલા ટકાનો વધારો; જાણો વિગત

CAITએ આ દરમિયાન માંગણી કરી હતી કે એમેઝોન અને અન્ય ઈ-કોમર્સ કંપનીઓના બિઝનેસ મોડલની સમયમર્યાદામાં તપાસ થવી જોઈએ. તેમ જ જે ઝડપથી ડ્રગ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી, એ જ ઝડપથી ગાંજાનું વેચાણ કરવા બદલ એમેઝોનના અધિકારીઓની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ. પુલવામા હુમલામાં કેમિકલના વેચાણની સુવિધા આપવા બદલ એમેઝોન સામે ધરપકડ અને રાજદ્રોહનો કેસ દાખલ થવો જોઈએ. CAIT એ એવી પણ માંગણી કરી છે કે આ મામલો આંતર-રાજ્ય છે, આ મામલાની તપાસ કેન્દ્ર સરકારની એજન્સીઓને સોંપવામાં આવે અને દોષિત અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને ત્યાં સુધી ભારતમાં એમેઝોનના ઈ-કોમર્સ પોર્ટલનું સંચાલન સ્થગિત કરવામાં આવે.

Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Exit mobile version