Site icon

ફૂટવેર પરના 12% GSTને આટલા ટકા સુધી કરવામાં નહીં આવે ત્યાં સુધી કાળી પટ્ટી બાંધીને વેપારીઓ કરશે વિરોધઃ CAITની જાહેરાત જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,8 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

 શનિવાર. 

જ્યાં સુધી 1000 સુધીની કિંમતના શૂઝ પર 5% ગુડ્સ સર્વિસ ટેક્સ (GST) નહીં લાગે ત્યાં સુધી હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવશે. તમામ ધારાસભ્યો, સાંસદો અને કલેક્ટરને મેમોરેન્ડમ આપવામાં આવશે. એવો નિર્ણય કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ની અધ્યક્ષતામાં ફૂટવેર એસોસિએશન ઓફ ઈન્ડિયાના યોજાયેલા વેબિનારમાં લેવામાં આવ્યો છે. એ સાથે જ ફૂટવેરના વેપારીઓ GSTના વધેલા દરોને પાછા ખેંચવાની માંગણી પણ કરી છે.

CAIT એ બહાર પાડેલી મિડિયા રિલિઝ મુજબ પહેલી જાન્યુઆરીથી ફૂટવેર અને કપડા પરના GST દર 5% થી  12% કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ સમગ્ર દેશમાં કાપડના વેપારીઓએ આ વધારાનો સખત વિરોધ કર્યો હતો, જેમાં CAITના નેતૃત્વમાં દેશના વેપારીઓએ એક થઈને પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. તેથી  સરકારે 31 ડિસેમ્બરે GST કાઉન્સિલની બેઠક બોલાવવી પડી હતી અને કપડા પરના સૂચિત GST દરો મુલતવી રાખવા પડ્યા હતા. CAIT દ્વારા દેશભરના ફૂટવેરના વેપારીઓને એકત્ર કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. છેવટે 6 ડિસેમ્બરે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેબિનાર દ્વારા કેટની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવી હતી. મીટીંગમાં દેશભરના ફૂટવેરના વેપારીઓને "ઓલ ઈન્ડિયા ફૂટવેર" ના નામથી એક સંગઠન બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી અને એસોસિએશન બનાવી આગળની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી.

ગુરુવારે થયેલી આ બેઠકમાં દેશભરમાંથી 80થી વધુ એસોસિએશનના પ્રમુખો/મંત્રીઓ હાજર રહ્યા હતા. જેમાં CAIT ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેન્દ્ર જી શાહ, CAIT ના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયા જી, CAIT મહાસચિવ પ્રવીણ જી ખંડેલવાલ, CAIT ગુજરાત રાજ્ય પ્રમુખ પ્રમોદ ભગત પણ ઉપસ્થિત રહ્યા હતા. 

 શેરબજારમાં ગુડ ફ્રાયડે! તેજી સાથે ખુલ્યું માર્કેટ, પ્રારંભિક તેજી સાથે Sensex 60 હજારને પાર પહોંચ્યો

CAIT ના પદાધિકારીઓના કહેવા મુજબ ફૂટવેર ના વેપારીઓથી માંડીને મોટા ઉત્પાદકો, છૂટક વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓને સંગઠિત થવા અને આ લડતમાં જોડાવા જણાવ્યું અને નાના વેપારીઓ કે જેઓ હજુ સુધી GSTના દરો વિશે જાણતા નથી તેઓને આ લડતમાં જોડાવા જણાવ્યું હતું. 
આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જ્યાં સુધી 1000 સુધીના શૂઝ પર 5% GST નહીં લાગે ત્યાં સુધી હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવશે. તમામ ધારાસભ્યો, સાંસદો અને કલેક્ટરને મેમોરેન્ડમ આપવામાં આવશે. બેઠકમાં રાજસ્થાન, પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્ર, છત્તીસગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, કર્ણાટક, કેરળ અને અન્ય ઘણા રાજ્યોમાંથી 211 થી વધુ લોકોએ બેઠકમાં ભાગ લઈને સંગઠનને મજબૂત કર્યું.

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version