Site icon

મોર રિટેલ અને એમેઝોન વચ્ચેના સોદા વિરુદ્ધ CAITએ કરી CCI માં ફરિયાદ, કર્યો આ દાવો. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,25 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

  મંગળવાર. 

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ સોમવારે એમેઝોન સામે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)માં ફરિયાદ નોંધાવી હતી, જેમાં એમેઝોનના ઈ-કોમર્સ ચીફ પર ભારતમાં વધુ રિટેલ સ્ટોર્સના સંપાદન માટે મંજૂરી માંગીને છેતરપિંડી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ દાવો કર્યો હતો કે વધુ રિટેલના સંપાદનના કિસ્સામાં એમેઝોને CCI સાથે છેતરપિંડી કરીને તથ્યોની ખોટી રજૂઆત કરીને ગેરમાર્ગે દોર્યા છે, જેવી રીતે તેમણે ફ્યુચર રિટેલના સંપાદનમાં કર્યું હતું. 

CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં તેના પદાધિકારીઓએ આક્ષેપ કર્યો હતો કે, "ભારતીય રિટેલ વેપાર અને ઇન્વેન્ટરી આધારિત ઈ-કોમર્સ પર કબજો કરવા માટે છેતરપિંડીના તરીકા અજમાવી Amazon ભારતીય રીટેલ કંપનીઓ નિયંત્રણમાં લાવવાની ખતરનાક ગેમ રમી રહ્યા છે, જેનાથી વેપારીઓને ભારે નુકસાન થાય છે."

CAITના પદાધિકારીના કહેવા મુજબ એમેઝોને એ સમારા ઓલ્ટરમેટન ઈન્વેસ્ટમેન્ટ ફંડના માધ્યમથી મોર રિટેલને હસ્તગત કરી છે, જે વિટ્જિગ એડવાઈઝરી એલએલપી(Witzig Advisory LLP) માં 51% ઇક્વિટી ધરાવે છે, જે મોર રિટેલ લિમિટેડની માલિકી ધરાવે છે. એમેઝોને "દબાણ અને છુપાવીને  મોર રિટેલ લિમિટેડને હસ્તગત કરવા  માટે CCI પાસેથી મંજૂરી મેળવી છે. 

RBIનો સપાટો, એક સાથે આટલી બેંક સાથે ઉઠાવ્યું મોટું પગલું; ફટકાર્યો લાખો રૂપિયાનો દંડ.. જાણો વિગત

CAITની અખબારી યાદી મુજબ ડિસેમ્બરમાં, કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ FRL ના પ્રમોટર ફ્યુચર કૂપન પ્રાઈવેટ લિમિટેડ (FCPL) માં 49 ટકા હિસ્સો ખરીદવા માટે એમેઝોનના સોદા માટે 2019 ની મંજૂરીને સ્થગિત કરી હતી અને 202 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. આ આદેશને એમેઝોને નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) સમક્ષ પડકાર્યો છે, જેણે ફેર ટ્રેડ રેગ્યુલેટર અને FCPLને નોટિસ પાઠવી છે. NCLAT એ નિર્દેશ આપ્યો છે કે આ મામલો આગામી સુનાવણી માટે 2 ફેબ્રુઆરીએ સૂચિબદ્ધ કરવામાં આવે

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version