Site icon

પુલવામા આતંકી હુમલા માં એમેઝોન નું નામ સંડોવાયું. વેપારી સંગઠન કેટ એ કર્યો આ દાવો. શું એમેઝોન છે વિલન? જાણો વિગતે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 22 નવેમ્બર  2021 
સોમવાર.

વિદેશી ઈ-કોમર્સ કંપની એમેઝોનનો સતત વિરોધ કરનારી ભારતીય વેપારીઓનુ પ્રતિનિધિત્વ કરતી સંસ્થા CAIT હવે તેની સામે દેશદ્રોહનો કેસ નોંધવાની સરકારને માંગણી કરી છે. 2019માં પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં વાપરવામાં આવેલા બોમ્બ બનાવવાના રસાયણ એમેઝોન પરથી ખરીદવામાં આવ્યા હતા. એમેઝોન સતત દેશ વિરોધી પ્રવૃત્તિ કરી રહી છે, તેથી તેની સામે આકરા પગલાં લેવાનો સમય આવી ગયો હોવાની માગણી પણ CAIT એ કરી હતી.

Join Our WhatsApp Community

CAITના પદાધિકારીઓના કહેવા મુજબ પુલવામા આતંકી હુમલા માટે વાપરવામાં આવેલા બોમ્બ માટેના રાસાયણિક પર્દાથ એમેઝોન પરથી ખરીદવામાં આવ્યા હતા. એનઆઈએએ પુલવામા કેસની તપાસ દરમિયાન માર્ચ, 2020મા પોતાના રિપોર્ટમાં તેનો ખુલાસો કર્યો હતો. એમોનિયમ નાઈટ્રેટ જે ભારતમાં 2012માં પ્રતિબંધિત વસ્તુ જાહેર કરવામાં આવી હતી,  તેને એમેઝોન ઈ-કોમર્સ પોર્ટલથી ખરીદવામાં આવ્યું હતું. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા.તેનો સીધો મતલબ થાય છે કે દેશી જવાનોની હત્યામાં એમેઝોનનો પણ હાથ છે.

પુલવામા હુમલા દરમિયાન પકડાયેલા આરોપીએ જરૂરી આઈઈડી, બેટરી સહિતનો સામાન બનાવવા માટે રસાયણ એમેઝોન પરથી ખરીદયુ હોવાની કબૂલાત કરી હતી. દેશની વિરુદ્ધ રચવામાં આવેલા કાવતરામાં અપ્રત્યક્ષ રીતે એમેઝોન પણ જોડાયેલું છે. તેથી તેના જવાબદાર અધિકારી વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવો જોઈએ. ભારતીય અધિકારીઓ દ્વારા  ઈ-કોમર્સ કંપનીઓ માટે નિતી નિયમો બનાવવામાં દાખવવામાં આવી રહેલી બેદરકારીને કારણે આવી ઈ-કોમર્સ કંપનીઓ પોતાની દાદાગીરી કરી રહી છે. રાષ્ટ્રની રક્ષા સાથે જોડાયેલા ગંભીર મામલાને દબાવી દેવામાં આવે છે અને તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને પ્રતિબંધિત વસ્તુઓ વેચવા માટે એમેઝોનને છોડી દેવામાં આવે છે એવી નારાજગી CAIT ના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે વ્યક્ત કરી હતી.

બેંક ઓફ બરોડા સાથે કામ કરવાની સુવર્ણ તક, આટલા રૂપિયા સુધી મળશે પગાર; જાણો અરજી કરવાની પ્રક્રિયા

CAIT એ કેન્દ્ર સરકારને મોટી વિદેશી અને દેશી ઈ કોમર્સ કંપનીઓના બિઝનેસ મોડેલની ઊંડી તપાસ કરવાની માગણી કરી હતી. તેથી ઈ-કોમર્સ પોર્ટલ પર પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ પર પ્રતિબંધ આવે. તેમ જ પોર્ટલ પર રજિસ્ટર્ડ થનારા વેચાણકર્તા(વેપારી)ને ફરજિયાત રીતે કેવાયસી કરવાની માગણી પણ CAIT એ કરી હતી.

Ashok Leyland: ભારતમાં બેટરી ક્રાંતિની તૈયારી, હિન્દુજા ગ્રુપ ની મુખ્ય કંપની એ આ ચાઈનીઝ કંપની સાથે ભાગીદારી કરી.
PM Modi: ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શો માં PM મોદીએ મેક ઈન ઇન્ડિયા પર ભાર આપતા કહી આવી વાત .
UP Trade Show: UP ઈન્ટરનેશનલ ટ્રેડ શો 2025 નું પીએમ મોદીના હસ્તે થયું ઉદ્ઘાટન, જાણો પ્રદર્શનમાં શું છે ખાસ
GST Deduction: GST કપાત પછી આ છે દેશની સૌથી સસ્તી બાઇક, કિંમત જાણી તમે પણ થઇ જશો ઉત્સાહિત
Exit mobile version