News Continuous Bureau | Mumbai
ડિમોનિટાઇસેશનના (Demonetization) 6 વર્ષ અને ડિજિટલ પેમેન્ટ્સમાં (digital payments) તેજી હોવા છતાં દેશમાં સામાન્ય લોકો પાસેની કુલ રોકડમાં રૂ. 13.18 લાખ કરોડનો જંગી વધારો થયો છે. કરપશન અને બ્લેક મની (Corruption and black money) પર નિયંત્રણ લાવવા માટે PM મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી કરી હતી. ભારતીય રિઝર્વ બેંક(RBI)ના ડેટા અનુસાર, 4 નવેમ્બર, 2016ના પખવાડિયામાં અર્થતંત્રમાં 17.7 લાખ કરોડ રૂપિયાની રોકડ રકમ હતી. 21 ઓક્ટોબર 2022ના રોજ તે વધીને 30.88 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. એટલે કે આ 6 વર્ષમાં રોકડમાં 71.84 ટકાનો વધારો થયો છે.
RBIના રિપોર્ટ અનુસાર, કોરોના યુગથી(Corona) નવા અને અનુકૂળ ડિજિટલ પેમેન્ટ વિકલ્પોની લોકપ્રિયતા વધી છે. જ્યારે તાજેતરના વર્ષોમાં મૂલ્ય અને સંખ્યાના સંદર્ભમાં ડિજિટલ પેમેન્ટમાં વધારો થયો છે, ત્યારે આર્થિક પુનઃપ્રાપ્તિ (Economic recovery) સાથે, સિસ્ટમમાં રોકડથી GDP રેશિયોમાં પણ વધારો થયો છે.
આ સમાચાર પણ વાંચો: બિઝનેસ આઈડિયા – સરકાર પાસેથી 35 ટકા સબ્સિડી લઈ શરૂ કરો પોતાનો બિઝનેસ- દર મહિને થશે લાખ સુધીની કમાણી
રિપોર્ટ અનુસાર, GDPમાં ડિજિટલ પેમેન્ટના રેશિયોમાં વધારો એ સંકેત આપતું નથી કે રોકડમાં ઘટાડો થયો છે. નોટબંધી પછી ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં (digital transactions) નોંધપાત્ર વધારો થયો છે. જો કે, GDPમાં ડિજિટલ પેમેન્ટ પરંપરાગત રીતે ઓછું છે.
ચાલુ વર્ષે દિવાળીના સપ્તાહમાં રોકડના ચલણમાં રૂ. 7,600 કરોડનો નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. 20 વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે. 2009માં આ સમયગાળા દરમિયાન 950 કરોડનો ઘટાડો થયો હતો. તેનું મુખ્ય કારણ હતું આર્થિક મંદી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અર્થશાસ્ત્રીઓનો (Economists of State Bank of India) દાવો છે કે, ડિજિટલ પેમેન્ટમાં વધારાને કારણે આવું થયું છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, ટેક્નોલોજીકલ ઈનોવેશન્સે ભારતીય પેમેન્ટ સિસ્ટમને બદલી નાખી છે. અર્થતંત્ર હવે રોકડ આધારિત નથી, પરંતુ સ્માર્ટફોન આધારિત છે.
આ સમાચાર પણ વાંચો: Amazon Primeએ લોન્ચ કર્યો નવો વાર્ષિક સબ્સ્ક્રિપ્શન પ્લાન- જાણો સંપૂર્ણ વીગત