ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,
15 ફેબ્રુઆરી, 2022
મંગળવાર.
નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો છે.
કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મજબૂત રિકવરી જોવા મળી છે.
આજે સેન્સેક્સ 1736 પોઇન્ટ વધીને 58,142ના સ્તરે બંધ થયો છે. તો નિફ્ટી 510 પોઇન્ટ વધીને 17352ના સ્તરે બંધ થયો છે.
આજના ટોપ ગેનર્સમાં BAJFINANCE, BAJAJFINSV, WIPRO, SBIN, LT અને TITAN નો સમાવેશ થાય છે.
મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ બજારની આ તેજીના પગલે રોકાણકારોની સંપત્તિમાં લગભગ 6.5 લાખ કરોડનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા.
‘મહારાજા’ને મળ્યા નવા CEO, ટાટા ગ્રુપે આ તુર્કી બિઝનેસમેન પર વ્યક્ત કર્યો વિશ્વાસ; જાણો વિગતે
