Site icon

PNB ને મળી મોટી સફળતા! ભાગેડુ નીરવ મોદીની ED દ્વારા જપ્ત આટલા કરોડની સંપત્તિ પંજાબ નેશનલ બેંકને સુપરત ; કોર્ટે આપી મંજૂરી 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર 

પંજાબ નેશનલ બેંક સાથે 14,000 કરોડ રૂપિયાના કૌભાંડના મુખ્ય આરોપી ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી મામલે મોટી સફળતા મળી છે. 

મુંબઈની એક વિશેષ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જપ્ત કરવામાં આવેલી નીરવ મોદીની 440 કરોડની સંપત્તિ PNB ને પરત સોંપવાની મંજૂરી આપી છે. 

PNBએ જુલાઈ 2021 માં નીરવ મોદીની બે કંપનીઓ ફાયરસ્ટાર ડાયમંડ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ અને ફાયરસ્ટાર ઇન્ટરનેશનલને ધિરાણ સુવિધા પૂરી પાડવા બેન્ક પાસે ગીરો મુકાયેલી મિલકતો મેળવવા માટે ઘણી અરજીઓ દાખલ કરી હતી. 

બેંકે વ્યક્તિગત વાદી તેમજ પીએનબી કન્સોર્ટિયમની અગ્રણી બેંક અને યુબીઆઈ કન્સોર્ટિયમના અધિકૃત પ્રતિનિધિને અરજી કરી હતી. કોર્ટે 108.3 કરોડની FIL અને 331.6 કરોડની FDIPL સહિત અસ્કયામતો ટ્રાન્સફર સોંપવાની બે અરજીઓ સ્વીકારી હતી.

ઉલ્લેખનીય છે કે નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સી પર જાહેર ક્ષેત્રની બેન્ક PNB પાસેથી છેતરપિંડી કરીને ક્રેડિટ સુવિધા મેળવી 14,000 કરોડનું કૌભાંડ કરવાનો આરોપ છે.

Donald Trump Tariff: ભારતીય નિકાસકારો સાવધાન! ટ્રમ્પના ૧૦% ગ્લોબલ ટેરિફથી શું ભારતીય અર્થતંત્રને લાગશે ઝટકો? જાણો સંપૂર્ણ વિશ્લેષણ
Gold-Silver Price Update: બે દિવસમાં ચાંદીના ભાવ આસમાને, રેકોર્ડ હાઈથી હજુ પણ છે મોટું અંતર; જુઓ લિસ્ટ..
Mukesh Ambani at AI Impact Summit: રિલાયન્સનો માસ્ટર સ્ટ્રોક: 10 લાખ કરોડના રોકાણ સાથે અંબાણી બદલી નાખશે ભારતનું નસીબ, જાણો શું છે પૂરો પ્લાન
PM Modi: PM મોદીનો વિશ્વને ‘MANAV’ મંત્ર: AI ના યુગમાં ભારતનો નવો રોડમેપ, જાણો શું છે આ 5 અક્ષરોનું રહસ્ય.
Exit mobile version