Site icon

સાવધાન : ડી-માર્ટની આ લિન્ક ખોલવાથી તમારી બૅન્કની માહિતી લીક થઈ શકે છે, સાયબર પોલીસે આપી ચેતવણી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 21 ઑગસ્ટ, 2021
શનિવાર
છેલ્લા થોડા દિવસથી પ્રસિદ્ધ સુપર માર્કેટ ડિ-માર્ટની એક લિન્ક વ્હૉટ્સઍપ પર વાયરલ થઈ છે. આ લિન્ક દ્વારા ગ્રાહકોને ગિફ્ટ આપવાની લાલચ આપવામાં આવી છે. મફતમાં ગિફ્ટની લાલચમાં અત્યાર સુધી હજારો લોકો આ લિન્ક પર ગયા છે. આ લિન્ક બનાવટી અને ગ્રાહકોને ફસાવનારી છે. એથી એને ખોલવી નહીં અને એની લાલચમાં આવવું નહીં એવી અપીલ પુણેની સાયબર પોલીસ દ્વારા કરવામાં આવી છે.

સાયબર ક્રાઇમનું પ્રમાણ દિવસે ને દિવસે વધી ગયું છે. લોકોને ઑનલાઇન ફસાવનારી આખી ટોળકી પદ્ધતિસર કામ કરે છે. એથી એનાથી સાવચેત રહેવાની અપીલ પોલીસને કરવી પડી છે. છેલ્લા થોડા દિવસથી સોશિયલ મીડિયા પર ડી-માર્ટના 20મા સ્થાપના દિન નિમિતે ગ્રાહકોને મફત ગિફ્ટ આપવાની એક લિન્ક વ્હૉટ્સઍપ પર ફરી રહી હતી. આ લિન્ક ઉપર ક્લિક કરવાથી એક વેબ પેજ પર ચાર સવાલ પૂછવામાં આવે છે અથવા એક સ્પિન વ્હીલ ઓપન થાય છે. સવાલના જવાબ આપવા પર અથવા સ્પિન વ્હીલ ફેરવતાં સમયે પાંચ હજાર રૂપિયાની ગિફ્ટનું કાર્ડ તેમ જ અમુક વસ્તુ જીતી ગયા હોવાનું કહેવામાં આવે છે. તેમ જ આ લિન્ક પાંચ વ્હૉટ્સઍપ ગ્રુપ પર અથવા 20 મિત્રોને શૅર કરવાનું કહેવામાં આ છે. એથી મોટા પ્રમાણમાં લોકો સમજ્યા કે વિચાર્યા વગર આ લિન્કને ફોરવર્ડ કરી રહ્યા હતા.

Join Our WhatsApp Community

અફઘાનિસ્તાન બ્રેકિંગ ન્યુઝ : 150 ભારતીયોનું અપહરણ.

સાયબર પોલીસના કહેવા મુજબ આવી લિન્ક દ્વારા ફ્રૉડ કરનારી ટોળકી લોકો પાસેથી તેમની બૅન્કની ડિટેલ માગે છે. લિન્ક ઓપન કરીને બૅન્ક સંબંધિત OTP નંબર માગે છે, એ કોઈ સાથે શૅર કરવો નહીં તેમ જ કોઈ પણ અજાણી મોબાઇલ ઍપ ડાઉનલોડ કરવી નહીં એવી અપીલ પણ સાયબર પોલીસે કરી છે.
 

Gold price: દિવાળી પહેલા જ સવા લાખને પાર પહોંચ્યું સોનું,ચાંદી ના ભાવ માં પણ આગ ઝરતી તેજી, હવે આગળ શું?
Atal Pension Yojana: અટલ પેન્શન યોજનાનો નિયમ બદલાયો શરૂ કરતા પહેલા જાણી લો, નહીંતર થશે પરેશાની
Tanishq: ટાટા સમૂહે તનિષ્ક બ્રાન્ડ સ્થાપિત કરવા માટે લડાવી ‘આ’ યુક્તિ
Gold prices: ફરી મૂડમાં આવ્યું સોનું, ચાંદી એ પણ પકડી રફ્તાર,બજાર ખુલતા જ બનાવ્યો નવો રેકોર્ડ, આ રહ્યા તાજા ભાવ
Exit mobile version