Site icon

મહત્વના સમાચાર- બેંકના કામ આ અઠવાડિયામાં પતાવી લેજો- સળંગ ત્રણ દિવસ બેંક આ કારણથી રહેશે બંધ- જાણો વિગત

 News Continuous Bureau | Mumbai

બેંક(Bank)ના મહત્વના કામ હોય તો આગામી બે-ચાર દિવસમાં જ પતાવી લેજો. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (United Forum of Bank Unions- UFBU), જે નવ બેંક યુનિયનોની એક છત્ર સંસ્થા છે, તેણે 27 જૂને હડતાળ(strike) પર જવાનું નક્કી કર્યું છે. એ પહેલાં 25મીએ ચોથો શનિવાર અને 26મીએ રવિવારની રજા હોવાથી સળંગ ત્રણ દિવસ બેન્કો બંધ(bank closed) રહેવાની છે.

Join Our WhatsApp Community

યુનિયન કરેલી માંગણીઓમાં તમામ પેન્શનરો માટે પેન્શન અપડેટ અને રિવાઇઝ કરવું અને તમામ બેંક કર્મચારી(bank employee)ઓ માટે રાષ્ટ્રીય પેન્શન સ્કીમ(national pansion scheme)ને દૂર કરવી અને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગણી કરવામાં આવી હોવાનું AIBEAના જનરલ સેક્રેટરી સી એચ વેંકટચલમે જણાવ્યું હતું. ઉપરાંત, જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓએ અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાની માંગ કરી છે. 

આ સમાચાર પણ વાંચો : પડ્યા પર પાટુ- અનરજિસ્ટર્ડ બ્રાન્ડસ્ હેઠળ વેચાતા ખાદ્ય પદાર્થ પરની 5 ટકા GST હટાવાનો નિર્ણય- મોંઘવારી હજી વધવાનો ડર

બેંક કર્મચારીઓના યુનિયનના કહેવા મુજબ 2017થી સરકાર સમક્ષ કેટલીક રજૂઆત થઈ છે પરંતુ તેનો ઉકેલ આવતો નથી. પડતર માગણીઓ પૂરી કરવા દેશવ્યાપી આ હડતાળ(bank strike)ને ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએેશન(All India Bank Employees Association), યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન સહિત તમામ બેંકિંગ એસોસિએશને સમર્થન આપ્યું છે.

મુખ્યત્વે આ માગણીઓ છે, જેમાં એપ્રિલ 2010 પછીની નવી પેન્શન યોજના નાબૂદ કરવી, કર્મચારી-અધિકારીઓ માટે જૂની પેન્શન યોજના(old pansion scheme) અમલમાં મૂકવી. 5 દિવસ બેંકિંગ અને દર શનિ અને રવિવારે રજા હોવી જોઇએ. પેન્શનના નિયમમાં સમયાંતરે અપડેશનની જોગવાઇ કરવી.

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version