News Continuous Bureau | Mumbai
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ(ED) એમવે ઈન્ડિયા(Amway India) એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ પર મની લોન્ડ્રિંગના(Money laundering ) એક કેસમાં મોટી કાર્યવાહી કરી છે.
મળતી માહિતી પ્રમાણે EDએ સોમવારે કંપનીની 757.77 કરોડ રૂપિયાની સંપત્તિ(Property) જપ્ત કરી લીધી છે.
કંપની પર મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કેમ(Multi level marketing scam) ચલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
જપ્ત કરવામાં આવેલી સંપત્તિઓમાં તમિલનાડુના(Tamilanadu) ડિંડીગુલ જિલ્લામાં એમવેની જમીન તથા ફેક્ટરી બિલ્ડિંગ અને પ્લાન્ટ તથા ગાડીઓ બેંક એકાઉન્ટસ9Bank accounts) અને ફિક્સ ડિપોઝિટ(Fixed deposite) સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : કાંદા લેશે કોઈ કાંદા? સો રૂપિયામાં સો કિલો, મુંબઈના બજારમાં કાંદો પોતે રડવા માંડ્યો… જાણો વિગતે
