Site icon

GSTની અઘરી પ્રોસેસથી વેપારી સમાજ ત્રસ્ત નાના વેપારીઓનો એકડો નીકળી ગયો હોવાની FAMની ફાઇનૅન્સ મિનિસ્ટરને રજૂઆત. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

ગુડ્સ સર્વિસ ટેક્સ (GST) માટે બનાવેલા કાયદા અને નિયમોથી વેપારી સમાજ ત્રસ્ત થઈ ગયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં GST કાઉન્સિલે ૨૦૦૦થી વધુ ફેરફાર કર્યા છે. આવી પરિસ્થિતિમાં વેપારીઓ અનેક કઠીણાઈનો સામનો કરી રહ્યા છે. GSTના અઘરા કાયદામાં બિઝનેસ કરવાનું નાના વેપારીઓ માટે દિવસેને દિવસે વધુ મુશ્કેલ થઈ ગયું હોવાની રજૂઆત કેન્દ્રમાં રાજ્ય કક્ષાના ફાઇનૅન્સ મિનિસ્ટર ડૉ. ભાગવત કરાડ સામે ફેડરેશન ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર (FAM) તરફથી કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

મુંબઈની ગરવારે ક્લબમાં મંગળવારે FAM તરફથી GSTને મુદ્દે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રમાં રાજ્ય કક્ષાના ફાઇનૅન્સ મિનિસ્ટર ડૉ. ભાગવત કરાડે(Dr. Bhagwat Karade) હાજરી પુરાવી હતી. એ સાથે જ મોટી સંખ્યામાં વેપારીઓને પણ આ ચર્ચા સત્ર માં જોડાયા હતા. FAM ની રજૂઆત પર ભાગવત કરાડે વેપારીઓની  મૂંઝવણને નરેન્દ્ર મોદીની સરકાર સમજે છે અને એના ઉકેલ માટે હંમેશાં સરકાર તૈયાર છે એમ કહીને વેપારીઓને તેમની જીએસટી માટેની ફરિયાદો દિલ્હી મોકલ્યા બાદ  એના પર અભ્યાસ કરીને  વેપારીઓની સમસ્યાનો ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું હતું. 

FAMના અધ્યક્ષ વિનેશ મહેતાએ ન્યુઝ કન્ટીન્યુઝને કહ્યું હતું કે મંગળવારના ચર્ચા સત્ર દરમિયાન  ભાગવત કરાડને વેપારીઓને GST માટે બનેલા કાયદા અને વારંવાર થતા ફેરફારો થી થઈ રહેલી તકલીફ વિશે જાણ કરવામાં આવ્યા હતા. એક પણ વેપારી GSTના કાયદા માં સતત થતા ફેરફારથી ખુશ નથી. FAM  સૌથી પહેલી વેપારી સંસ્થા હતી જેણે ૨૦૧૫માં GSTને અપનાવ્યો હતો. છતાં આજે દરેક રાજ્યમાં GST અધિકારી વેપારીઓને કાયદાને નામે હેરાન કરવાની તક છોડતો નથી. વેપારી એક કાયદો સમજે ત્યાં તેમના પર બીજો કાયદો તેમના પર ઠોકી દેવામાં આવે છે. 

વિનેશ મહેતાએ કહ્યું હતું કે GST આવ્યો ત્યારે વન નેશન, વન ટૅક્સની વાતો થઈ હતી. પરંતુ આજે ચિત્ર કંઈ બીજું છે. GST કાયદામાં સતત થતા ફેરફારથી વેપારી કંટાળી ગયા છે. સરકાર વેપારીની સમસ્યાને સમજે અને GSTની પ્રોસેસ ને સરળ બનાવીને વેપારીઓને ત્રાસમાંથી છુટકારો આપે એટલી જ અમારી સરકાર સમક્ષ માગણી છે. 

આ સમાચાર પણ વાંચો : લગ્નસરાની મોસમમાં કોવિડનું વિધ્નઃ દેશમાં કોવિડના કેસ વધતા વેપારી વર્ગની ચિંતા વધી, જાણો વિગતે.

FAMના ડાયરેક્ટર જનરલ આશિષ મહેતાએ ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે સમગ્ર વેપારી જગતમાં નાનો હોય કે મોટો વેપારી GST કાયદામાં સતત થતા ફેરફારથી પરેશાન થઈ ગયો છે. GST કાયદો સમજવા ખાસ માણસ રોકવો પડે એવી વેપારીઓની હાલત થઈ ગઈ છે. મંગળવારના કાર્યક્રમમાં અપેક્ષા કરતા મોટી સંખ્યામાં વેપારી વર્ગે હાજરી પૂરાવીને તેમને GSTને લઈને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તે સાબિત થયું હતું.

FAM દ્વારા ભાગવત કરાડ ને એક મેમોરેન્ડમ પણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન ફામ હેઠળ રહેલા વિવિધ અસોસિએશનોના પ્રતિનિધિઓ દ્વારા  ભાગવત કરાડ પાસે તેમની GSTને લગતી સમસ્યાઓ ની રજૂઆત કરવામાં આવી હતી. તેના પર  ભાગવત કરાડે કહ્યું હતું કે FAM અને એની સાથે સંકળાયેલાં અસોસિએશનો તેમને સામનો કરવો પડી રહેલી સમસ્યાઓ અને GST અંગેનાં સૂચનો  લેખિતમાં દિલ્હીમાં મોકલાવે. અમે એના પર અભ્યાસ કરીને ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ સામે રજૂ કરીશું અને ત્યાર બાદ GST  કાઉન્સિલ એના પર આખરી નિર્ણય લેશે.’

 

Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Credit Card Bill After Death: ક્રેડિટ કાર્ડ ધારકના મૃત્યુ બાદ બાકી બિલ કોણે ચૂકવવું પડે? જાણો શું છે બેંકના વસૂલાત માટેના કડક નિયમો
Cheapest Silver in the World: જાણો કયા દેશમાં મળે છે સૌથી સસ્તી ચાંદી? ભારતના ભાવ સાથેનો તફાવત જાણીને ચોંકી જશો
Reliance Industries: રિલાયન્સનો મેગા પ્લાન: મુકેશ અંબાણી હવે વેનેઝુએલાના તેલથી ભરશે તિજોરી, જાણો ભારતને શું થશે ફાયદો
Exit mobile version