Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટાડવા FAMએ કરી મુખ્યપ્રધાન સમક્ષ આ માગણી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

શનિવાર.

મહારાષ્ટ્રમાં સેંકડો વેપારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી  ફેડરેશન ઓફ અસોસિયેશન ઓફ મહારાષ્ટ્રે (FAM) રાજયમાં પેટ્રોલ અને ડિઝલ પર રહેલા VATને ઘટાડવાની માગણી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને કરી છે.

દેશભરમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. અનેક રાજયોએ જોકે પેટ્રોલ અને ડિઝલ પર રહેલા વેલ્યુ એડેડ ટેક્સ (VAT)ને ઘટાડી દીધો છે. તેથી સંબંધિત રાજ્યોમાં ઈંધણના દરમાં ઘટાડો થયો છે. મહારાષ્ટ્રમાં ઈંધણ પર VATનો દર વધુ હોવાથી પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોંચેલા છે. FAMના પદાધિકારીના કહેવા મુજબ સેન્ટ્રલ ગર્વમેન્ટે એક્સાઈસ ડ્યુટીમાં ઘટાડો કરતા પેટ્રોલ પાંચ રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલ 10 રૂપિયા પ્રતિ લિટર સસ્તુ થયું છે. પરંતુ આ ઘટાડો બહુ મામૂલી છે. તેથી મહારાષ્ટ્ર સરકાર જો VATને ઘટાડે તો પેટ્રોલ-ડિઝલના ભાવમાં હજી ઘટાડો થશે.

વાહ! દીવાળીના તહેવારમાં દેશભરમાં આટલા કરોડનો થયો વેપાર, ચીની માલની બહિષ્કારની અસર; જાણો વિગત

FAMના કહેવા મુજબ અન્ય રાજયમાં VATમાં ઘટાડો કરવાને કારણે ત્યાં પેટ્રોલ-ડિઝલ સસ્તુ થઈ ગયું છે. તેથી મહારાષ્ટ્ર સરકાર પણ VATમાં ઘટાડો કરે તો મહારાષ્ટ્રમાં તેનો ફાયદો થઈ શકશે.

Elon Musk Space Data Centers હવે પૃથ્વી પર નહીં, સીધા અવકાશમાં પ્રોસેસ થશે AI ડેટા! ઇલોન મસ્કનો અબજો ડોલરનો નવો ગેમચેન્જર પ્લાન
HDFC Bank Cuts MCLR EMIના બોજમાંથી મળશે મુક્તિ! આ બેંકે વ્યાજદરમાં કર્યો ઘટાડો, હોમઓટો લોન સસ્તી થવાનો માર્ગ મોકળો
India Crude Oil Imports ભારતની ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો દબદબો યથાવત સસ્તા તેલની ખરીદીમાં ફરી જોરદાર ઉછાળો, નવા સપ્લાયર્સ પણ રેસમાં
India Joins 6G Global Alliance 5G પછી 6G ની તૈયારી ભારતે અમેરિકા સહિત ૨૪ દેશો સાથે હાથ મિલાવ્યા; સેમિકન્ડક્ટર અને AI સેક્ટરમાં આવશે નવી ક્રાંતિ
Exit mobile version