Site icon

GST મામલે નિર્મલા સીતારામનનું મોટુ નિવેદન સામે આવ્યું કહ્યું

Banks sanction 23.2 lakh crore to about 41 crore beneficiaries under Mudra Yojana: Govt

મુદ્રા લોન: 8 વર્ષમાં 40 કરોડથી વધુ લોકોને મળી અધધ આટલા લાખ કરોડની લોન, જાણો કેવી રીતે મળશે PM મુદ્રા યોજનાનો લાભ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

નાણાપ્રધાન(Finance Minister) નિર્મલા સીતારમણની(Nirmala Sitharaman) આગેવાની હેઠળની GST કાઉન્સિલે(GST Council) દૂધ, દહીં અને પનીર, પેકેજ્ડ ચોખા અને ઘઉં જેવા પેકેજ્ડ ફૂડ(Packaged food) પર પાંચ ટકા GST વસૂલવાનો નિર્ણય લીધો હતો. 18 જુલાઈથી તે દેશમાં લાગુ કરી દેવામાં આવ્યો છે.  વિરોધ પક્ષો(opposition parties) સહિત અનેક લોકોએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. મોંઘવારીને(Inflation) લઈને પણ સરકારની ટીકા થઈ રહી છે. સામાન્ય નાગરિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે  ત્યારે  નાણામંત્રી નિર્મલા સીતારમણે 14 વખત ટ્વીટ કરીને સ્પષ્ટતા આપવાનો પ્રયાસ કર્યો છે.

નિર્મલા સીતારમણે ટ્વીટમાં કહ્યું છે કે આ પહેલીવાર નથી કે જ્યારે ખાદ્ય પદાર્થ(Food item) પર ટેક્સ(TAX) લગાવવામાં આવ્યો હોય. GST પહેલા પણ ઘણા રાજ્યો અનાજ પર ટેક્સ વસૂલતા હતા. એકલા પંજાબે(Punjab) 2000 કરોડ રૂપિયાથી વધુ ખાદ્યાન્ન પર ખરીદી કર તરીકે એકત્ર કર્યા છે. યુપીએ રૂ.700 કરોડ એકત્ર કર્યા હતા.

નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે, “જ્યારે GST લાગુ કરવામાં આવ્યો હતો, ત્યારે બ્રાન્ડેડ અનાજ(Branded cereals), કઠોળ, લોટ પર 5 ટકા GST દર લાગુ કરવામાં આવ્યો હતો. પાછળથી તેમાં માત્ર રજિસ્ટર્ડ બ્રાન્ડ(Registered brand) અથવા બ્રાન્ડ હેઠળ વેચાતા માલ પર જ ટેક્સ વસૂલવા માટે સુધારો કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : આ ખાધાન્નો પર નહીં લાગે 5 ટકા GST-સરકારે કરી સ્પષ્ટતા- જાણો કઈ વસ્તુઓ શામેલ છે

બ્રાન્ડેડ સામાન પર ટેક્સ ચૂકવનારા સપ્લાયર્સ(suppliers) અને ઉદ્યોગ સંગઠનોએ(Industry associations) તેનો વિરોધ કર્યો હતો. આવા દુરુપયોગને રોકવા માટે, તેમણે સરકારને તમામ પેકેજ્ડ માલ(Packaged goods) પર સમાન રીતે GST વસૂલવા માટે પત્ર લખ્યો હતો. ફિટમેન્ટ કમિટી(Fitment Committee) દ્વારા અનેક બેઠકોમાં આ મુદ્દા પર વિચાર કરવામાં આવ્યો હતો. દુરુપયોગને રોકવા માટે પ્રક્રિયામાં ફેરફાર કરવા માટે કેટલીક ભલામણો કરવામાં આવી હોવાનું પણ નિર્મલા સીતારમણે  પોતાના ટ્વીટમાં કહ્યું હતું.

જો આ માલ ખુલ્લામાં વેચવામાં આવે છે અને તે પ્રી-પેકેજ અથવા પ્રી-લેબલ ન હોય તો તેના પર કોઈ GST વસૂલવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે GST કાઉન્સિલ દ્વારા લેવાયેલ આ નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. આ બેઠકમાં તમામ રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. નિર્મલા સીતારમણે એ પણ સ્પષ્ટ કર્યું કે બિન-ભાજપ(BJP) શાસિત રાજ્યો પંજાબ, છત્તીસગઢ, રાજસ્થાન, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ સહિત તમામ રાજ્યો આ નિર્ણય સાથે સંમત થયા છે.

નિર્મલા સીતારમને તેના છેલ્લા ટ્વીટમાં કહ્યું કે આ નિર્ણય જરૂરી હતો. તેના પર અધિકારીઓ, મંત્રીઓ સહિત વિવિધ સ્તરે ચર્ચા કરવામાં આવી હતી અને અંતે GST કાઉન્સિલ દ્વારા તમામ સભ્યોની સંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો, એમ તેમણે ઉમેર્યું હતું.
 

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version