ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
ઓનલાઈન ફૂડ ડિલિવરી આવનારા દિવસોમાં મોંઘી થઈ શકે છે.
પ્રાપ્ત જાણકારી મુજબ GST કાઉન્સિલની 45 મી બેઠક 17 સપ્ટેમ્બર 2021 ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાશે.
આ બેઠકમાં પેટ્રોલ ડીઝલની સાથે ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ સ્વિગી-ઝોમેટોને GST ના દાયરામાં લાવવાની દરખાસ્ત પર વિચારણા કરવામાં આવશે.
મીડિયા અહેવાલો અનુસાર, કમિટીએ ફૂડ ડિલિવરી એપ્સને ઓછામાં ઓછા 5 ટકા જીએસટીના દાયરામાં લાવવાની ભલામણ કરી છે.
આવી સ્થિતિમાં ગ્રાહકોને સ્વિગી, ઝોમેટો વગેરેમાંથી ખાવાનું મંગાવવું મોંઘુ પડશે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે જીએસટી કાઉન્સિલની મીટિંગ લખનઉમાં થવાની છે.
