ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑગસ્ટ, 2021
સોમવાર
પાકિસ્તાની ઠગે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સના 10 કરોડ ડૉલર એટલે કે લગભગ 743.53 કરોડ રૂપિયા લૂંટી લીધા હોવાની ચોંકાવારી વિગત બહાર આવી છે. આરિફ નકવી નામનો આ ઠગ એક સમયે પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ ધી અબરાજ ગ્રુપનો હેડ હતો.
એક પુસ્તકમાં કરવામાં આવેલા દાવા મુજબ બિલ ગેટ્સ, બિલ કિલન્ટન તેમ જ ગોલ્ડ સાશના ભૂતપૂર્વ CEO લૉઇડ બ્લેન્કફેઈન જેવા વિશ્વના શક્તિશાળી લોકો સાથે તેના સંબંધ હતા. બરાક ઓબામાને પણ તે મળ્યો હતો. નકવીએ બિલ ગેટ્સના ભંડોળમાંથી 78 કરોડ એટલે કે લગભગ 579.50 કરોડની ઉચાપાત કરી હતી. એમાંથી 38.5 કરોડ ડૉલર (2862.57 કરોડ) બિનહિસાબી હતા.
આરિફ નકવીના એક કર્મચારીએ રોકાણકારોને એક નનામો ઈ-મેઇલ કરીને નકવીનો ભાંડો ફોડયો હતો. હાલમાં આરિફ જેલની સજા કાપી રહ્યો છે. તેને 291 વર્ષની સજા થઈ છે.
