News Continuous Bureau | Mumbai
દેશમાં કોરોનાકાળની સમાપ્તી સાથે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા હવે બેન્કિંગ સમયમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતાદાસે કહ્યું છે કે 18 એપ્રિલ 2022થી દેશની નાણાંકીય સંસ્થાઓ સવારે નવ વાગ્યે ખુલશે
દિવસ દરમિયાન વચ્ચે 30 મીનીટ રીશેષનો રહેશે અને આ નવો સમય 18 એપ્રિલથી અમલી બની જશે.
જો કે તેના બંધ કરવાના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
અગાઉ કોરોનાને કારણે તેમાં એક કલાકનો ઘટાડો કરાયો હતો જે હવે પુર્વવત કરી દેવામાં આવ્યો છે.
આમ બેંકો સવારે નવ થી ચાર વાગ્યા સુધી જાહેર કામકાજ માટે ખુલ્લી રહેશે