ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
કેન્દ્રના બજેટ વચ્ચે એક સારા સમાચાર છે. જાન્યુઆરી 2022માં ગુડ્સ સર્વિસ ટેક્સ(GST)થી રેકોર્ડબ્રેક 1.38 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. જાન્યુઆરી 2021ની સરખામણીમા જાન્યુઆરી 2022માં GSTની આવકમાં 15 ટકાથી વધુ છે.
આ અગાઉ સરકારને સપ્ટેમ્બર 2021માં GST કરથી 1.30 લાખ કરોડ રૂપિયાની આવક થઈ હતી, તેની સરખામણીમાં જાન્યુઆરીમાં વધુ આવક થઈ છે.
જાન્યુઆરી 2022માં મળેલી GSTમાંથી રાજ્ય સરકારનો GST 32,016 કરોડ રૂપિયા ઈન્ટિગ્રેટેડ GST એટલે કે આઈજીએસટીમાંથી 72,030 કરોડ રૂપિયા, સેસમાંથી 9,674 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.
શેર બજારમાં મંગળકારી મંગળવાર, બજેટના બીજા દિવસે માર્કેટની શાનદારની શરૂઆત, સેન્સેક્સ અને નિફટી આટલા અંક ઉછળ્યા
કેન્દ્રીય અર્થમંત્રાલયે આપેલી માહીતી મુજબ જાન્યુઆરી 2022માં GST મહેસૂલ એ જાન્યુઆરી 2021ના GST મહેસૂલ કરતા 25 ટકાથી વધુ છે.
ગયા વર્ષે એપ્રિલ, 2021ની સાલમાં સરકારને સૌથી વધુ એટલે 1.39 કરોડ રૂપિયા મળ્યા હતા. GST મહેસુલમાં અત્યાર સુધી ચોથી વખત 1.30 લાખનો તબક્કો પાર કર્યો છે.
