Site icon News Continuous Bureau | Mumbai

જૉબ વર્ક કરાવનારા તથા 5 કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓને સરકારે GSTમાં ITC-4ના રિટર્ન ફાઈલિંગમાં આપી રાહત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

નાના વેપારીઓને GSTમાં ITC-4ના રિટર્ન ફાઈલ કરવામાં અનેક અડચણો આવી રહી હતી. એ બાબતની રજૂઆત કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા સતત સરકારને કરવામાં આવી રહી હતી. ત્યારે આ મુદ્દે હાલમાં જ લખનૌમાં થયેલી GST કાઉન્સિલની 45મી બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે, જેનો ફાયદો વેપારીઓને થયો છે. CAIT મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે ફૉર્મ GST ITC-04ના નિયમ નંબર 45(3) ઑફ GST રૂલ્સમાં જે વેપારી જૉબ વર્કથી કામ કરાવે છે, તેને દર મહિને ITC-04 ભરવું ફરજિયાત હોય છે. CAIT દ્વારા આ ફૉર્મ ભરવામાં તકલીફ થઈ રહી હોવાની ફરિયાદ સરકારને સતત કરવામાં આવતી હતી. તેથી તેને ધ્યાનમાં રાખીને GST કાઉન્સિલમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જૉબ વર્ક કરનારા વેપારી જેનું ટર્ન ઓવર વાર્ષિક 5 કરોડથી ઓછું છે એને ITC-04 ફૉર્મ વાર્ષિક ભરવું પડશે અને જો ટર્ન ઓવર 5 કરોડથી વધુ છે તો વેપારીઓને વેપારના 6  મહિનામાં ITC-04નો ફૉર્મ ભરવું પડશે.

ચાલાક ડ્રેગન ચીનને વધુ એક ઝટકો! એમેઝોને આટલી બધી ચાઈનિઝ બ્રાન્ડ્સ પર કાયમ માટે મૂક્યો પ્રતિબંધ; જાણો વિગતે 

સરકારના આ નિર્ણયનો સૌથી વધુ ફાયદો ટેક્સટાઇલ ટ્રેડર્સને થવાનો છે, જેમાં વૅલ્યુ એડિશનનું કામ જૉબ વર્કમાં થાય છે તથા જ્વેલરી ઉદ્યોગ અને ફૂટવેર ઉદ્યોગને પણ એનો ફાયદો થશે.

LIC Jeevan Utsav Policy માત્ર ૫ વર્ષ ભરો પ્રીમિયમ અને આજીવન મેળવો નિશ્ચિત આવક LIC ની ‘જીવન ઉત્સવ’ સ્કીમમાં રોકાણકારોને બખ્ખાં!
Jio Platforms IPO Sets New Records શેર ખરીદવા રોકાણકારોની રીતસરની પડાપડી! રિલાયન્સ જિયોના IPO માં બિડ્સનો પૂર આવ્યો લિસ્ટિંગ પર કેટલો થશે મોટો નફો?
Ambani Family Business Empire Division મુકેશ અંબાણીથી નીતા અંબાણી સુધી… કોના હાથમાં છે કયો કારોબાર, કેવી રીતે કામ કરે છે પરિવાર?
Delhi Traders Letter To Rahul Gandhi ચાંદની ચોકથી સદર બજાર સુધી વેપાર પડી ભાંગ્યો! રાહુલ ગાંધીને લખેલા પત્રથી દિલ્હીના રાજકારણમાં ગરમાવો જાણો મુખ્ય માંગણીઓ
Exit mobile version