News Continuous Bureau | Mumbai
રેલવેની(Railway) કન્ફર્મ ટિકિટ(Confirm ticket) કેન્સલ(Ticket Cancellation) કરનારા રેલવે પ્રવાસીઓની(of railway passengers) અમુક ટકા રકમ કાપીને તેમને પૈસા પાછા કરવામાં આવે છે. પરંતુ હવે તો ટિકિટ કેન્સલ કરવા પર પણ GST વસૂલવામાં આવવાનો છે. તેનાથી દેશભરમાં પ્રવાસીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે.
નાણા મંત્રાલયે(Finance Ministry) આ અંગે 3 ઓગસ્ટે એક પરિપત્ર બહાર પાડ્યો છે. તે મુજબ, કન્ફર્મ રેલવે ટિકિટ કેન્સલ કરવાની સાથે હોટલનું રિઝર્વેશન(Hotel reservation) કેન્સલ થશે તો પણ GST વસૂલવામાં આવશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી.
હાલમાં, 48 કલાકની અંદર એર-કન્ડિશન્ડ ફર્સ્ટ ક્લાસ(Air-conditioned first class) માટે ફિક્સ રિઝર્વેશન રદ કરવા પર 240 રૂપિયા વસૂલવામાં આવે છે. જ્યારે એરકન્ડિશન્ડ ટુ-ટાયર માટે રૂ. 200, થ્રી-ટાયર માટે રૂ. 180 અને સીટીંગ શ્રેણીમાં ટિકિટ કેન્સલ થવાના કિસ્સામાં રૂ. 180 ફી વસૂલવામાં આવે છે. તેમજ 12 કલાકમાં ટિકિટ કેન્સલ થાય તો 25 ટકા ચાર્જ અને ચાર કલાકમાં ટિકિટ કેન્સલ થાય તો 50 ટકા ચાર્જ વસૂલવામાં આવે છે. હવે જોકે આ ફી પર પણ વધારાનો પાંચ ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(Goods and Services Tax) લાગુ કરવામાં આવવાનો છે.
આ સમાચાર પણ વાંચો : યાત્રીગણ કૃપયા ધ્યાન દે- રવિવારે WRમાં આ બે સ્ટેશનો વચ્ચે રહેશે પાંચ કલાકનો જમ્બો બ્લોક-જાણો વિગત
જોકે સેકન્ડ સ્લીપર ક્લાસની ટિકિટ કેન્સલ(Second sleeper class ticket cancellation) કરાવવા પર GST લાગુ થશે નહીં. રદ કરાયેલીઆરક્ષિત ટિકિટો(Reserved tickets) પર જીએસટી લાદવામાં આવતા મુસાફરો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
