Site icon

જન્મદિવસની આવી ભવ્ય ઉજવણી- ગૌતમ અદાણીએ પોતાના 60મા જન્મદિવસે અધધ કરોડ રૂપિયાના  દાનની કરી જાહેરાત- જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

એશિયાના(Asia) ધનિકોમાં અગ્રેસર ગણાતા ગૌતમ અદાણીનો(Gautam Adani) આજે 60મો જન્મદિવસ છે. પોતાના જન્મદિવસની સાથે જ પોતાના પિતા શાંતિલાલ અદાણીના(Shantilal Adani) શતાબ્દી જન્મજયંતિ(Shatabdi Janmajayanti) નિમિત્તે ગૌતમ અદાણીએ વિવિધ પરોપકારી કાર્ય(Philanthropic work) માટે અધધધ કહેવાય એમ 60,000 કરોડ રૂપિયાના દાન(Donation) આપવાની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Community

ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનર્સની યાદી(Forbes list of real time billionaires) મુજબ હાલ અદાણીની કુલ સંપત્તિ લગભગ 123 બિલિયન રૂપિયા છે. અદાણી જૂથે(Adani Group) એક નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે ગૌતમ અદાણીના 60મા જન્મદિનની ઊજવણી નિમિત્તે 60,000 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવશે. આ રકમ આરોગ્ય સેવા(Health service), શિક્ષણ(Education) અને કૌશલ્યા વિકાસ(Skills development) જેવા ક્ષેત્રમાં કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : 1 જુલાઈથી  સ્કૂટર-મોટરસાઈકલની સવારી થશે મોંઘી-દેશની આ સૌથી મોટી ટુ-વ્હીલર નિર્માતા કંપનીએ ભાવમાં કર્યો વધારો-જાણો કેટલો વધારો ઝીંકાયો

ગૌતમ અદાણીએ તેમના ટ્વિટર હેન્ડલ(Twitter handle) પર દાનની જાહેરાત કરી હતી, જેમાં તેમણે લખ્યું છે કે મારા પ્રેરણાદાયી પિતાની 100મી જન્મજયંતી ઉપરાંત મારો 60મો જન્મદિવસ પણ છે. તેથી પરિવારે આરોગ્ય, શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ માટે 60,000 કરોડ રૂપિયાનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે. કૌશલ્ય વિકાસ માટે ખાસ કરીને આપણા રાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં આ રકમનો ઉપયોગ કરવામાં આવશે. અદાણી ફાઉન્ડેશન(Adani Foundation) દ્વારા સમાજને ફાયદો થાય તેવા અનેક કામોમાં આ રકમનો ઉપયોગ કરાશે.
 

Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Exit mobile version