Site icon

આગામી મહિનાઓમાં સોનાનો ભાવ આટલો રહેવાનો અંદાજ. સમજી વિચારીને રોકાણ કરજો.  જાણો વિગતે

News Continuous Bureau | Mumbai  

 ભારતીય સમાજમાં આજે પણ સોનામાં(Gold investement) રોકાણ કરવામાં લોકો વધુ વિશ્વાસ રાખે છે. દિવસેને દિવસે સોનાના ભાવમાં(Gold price) સતત વધારો થઈ રહ્યો છે ત્યારે નિષ્ણાતોના(Experts) દાવા મુજબ આગામી દિવસોમાં  સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ભાવ 47,000-60,000 રૂપિયાની આસપાસ રહી શકે છે. અથવા 2,270-2,075 ડોલર પ્રતિ ઔંસ ઝોનમાં રહી શકે છે. 

Join Our WhatsApp Community

છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારી(Covid outbreak) અને છેલ્લા નવ સપ્તાહથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને(Russia ukraine war) કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે(international level) સોનાના ભાવ સતત વધઘટ થયા છે.  તેમાં પાછું કોવિડ મહામારી માં સમગ્ર વિશ્વ આર્થિક ફટકો પડ્યો હતો તેથી  બેંક ના(Bank interest) વ્યાજ દરોને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે FED અને અન્ય મુખ્ય સેન્ટ્રલ બેંકના(Central bank) રોકાણકારોને પણ ધાર પર રાખ્યા છે. બેંકમાં ઈન્ટરેસ્ટ રેટ(interest rate) ઘટી રહ્યા છે. શેરબજારમાં તેજી છે. છતાં સોનાને  સુરક્ષિત રોકાણ સમજીને વધુને વધુ લોકો સોના તરફ ઝુકાવ રાખી રહ્યા છે.

મીડિયા હાઉસમાં રેલિગેર બ્રોકિંગના બીપી-કોમોડિટી(BP-Commodity) અને કરન્સી રિસર્ચના(Currency Research)  ઉચ્ચ અધિકારીએ આપેલી માહિતી મુજબ જ્યાં સુધી ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા ચાલુ રહેશે ત્યાં સુધી પીળી ધાતુનો એટલે કે સોનામાં તેજી જોવા મળી શકે છે. "ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા સિવાય, સપ્લાય ચેઇન ની તીવ્રતા સમગ્ર વિશ્વમાં ફુગાવાના ઊંચા આંકડામાં વધારો કરી રહી છે. વ્યાપક ભાવ દબાણ ફુગાવા સામે સોનાની માંગ રહેશે,"

આ સમાચાર પણ વાંચો : મુકેશ અંબાણી સાબિત થયા બાઝીગર: ફ્યૂચરની ભાવિ ડીલ ગુમાવવી છતાં એમેઝોનને પછાડ્યું આ રીતે …. જાણો વિગતે

દેશની એક જાણીતી ફાઈનાન્શિયલ સર્વિસિસના(Financial Services) જણાવ્યા અનુસાર, સોનું ફરી એકવાર 54,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અથવા $2,000 પ્રતિ ઔંસ પર જઈ શકે છે પરંતુ તેના માટે આ કિંમત જાળવી રાખવી મુશ્કેલ બની શકે છે.

પરંતુ સોનાના આસમાને પહોંચેલ ભાવમાં તમે સોનું ખરીદવાના ચૂકી ગયા તો હજી પણ ખરીદી માટે મોકો હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. ફાઈનાન્શિયલ સર્વિસિસના સિનિયર અધિકારીના કહેવા મુજબ  સોનામાં નફો બુક કરવામાં હજુ મોડું થયું નથી, કારણ કે ભાવમાં સુધારો થયો છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં શું વળાંક આવે છે તે અત્યારથી કહી શકાય એમ નથી. પરંતુ હજુ પણ રૂ. 53,400-54,000/10 ગ્રામ પર નફો બુક કરવાની અપેક્ષા રાખી શકે છે. બહુ મોડું થયું નથી.

અમુક નિષ્ણાતના કહેવા મુજબ રશિયા-યુક્રેન યુદ્ધ, જેને વિશ્વ ત્રીજું વિશ્વયુદ્ધ(World war) કહેવામાં આવી રહ્યું છે, તે સોનાને 20-30 ટકા સુધી ખસેડી શક્યું નથી,. એવા નાના પરિબળો છે કે જે સોનાને ટેકો આપવાનું ચાલુ રાખશે પરંતુ સોનું ધરાવનાર વ્યક્તિ માટે આગામી 2-3 વર્ષમાં મર્યાદિત અપસાઇડ જણાય છે અને વળતર સાથે ચેડા થઈ શકે છે. તેની સામે ફિક્સ્ડ ડિપોઝિટ(Fized deposite) અથવા ઇક્વિટી પોર્ટફોલિયો(Equity portfolio) વધુ સારું વળતર આપી શકે છે. વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી સોના કરતાં ચાંદીમાં વધુ સારી તક હોવાનું પણ નિષ્ણાત નો મત છે.

 

Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: મકર સંક્રાંતિ પહેલા કિંમતોમાં કડાકો, છતાં ભાવ આકાશે; જાણો આજના લેટેસ્ટ રેટ.
Stock Market Crash Today: ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ભારતીય શેરબજારમાં હાહાકાર: તેજી બાદ અચાનક સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, રોકાણકારોમાં ગભરાટ.
Reliance Investment: કચ્છના રણથી જામનગરના કિનારા સુધી અંબાણીનું સામ્રાજ્ય! ₹7 લાખ કરોડના રોકાણ સાથે ગુજરાત બનશે દુનિયાની નવી ઇકોનોમિક પાવર
Income Tax Act 2025: 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે નવો ટેક્સ કાયદો, 64 વર્ષ જૂના નિયમો હવે ઇતિહાસ બનશે.
Exit mobile version