Site icon

આર્થિક સંકડામણમાં મુકાયેલ ગૃહિણીઓ માટે સારા સમાચાર : નોટ બંધી પછી બેંકમાં જે કેશ ભર્યા છે તેમાંથી આટલી કમાણી ટેક્સ ફ્રી.

Centre likely to hike dearness allowance by 4% to 42%

હોળી પહેલા સરકારી કર્મચારીઓ મળશે મોટી ભેટ, મોંઘવારી ભથ્થું 4 ટકા વધી શકે છે..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 જૂન 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ઈનકમ ટેક્સ ટ્રિબ્યુનલ એપેલેટ (આઇટીએટી)એ એક આદેશ આપ્યો છે. તે અનુસાર નોટબંધી વખતે ગૃહિણીઓએ બેંકમાં જમા કરાવેલી ૨.૫ લાખ સુધીની રોકડની તપાસ થઈ શકશે નહિ. હકીકતે ગ્વાલિયરની ગૃહિણી ઉમા અગરવાલે ૨૦૧૬-૧૭માં ફાઇલ કરેલા આવકવેરા રિટર્નમાં તેની કુલ આવક ૧,૩૦,૮૧૦ રૂપિયા દર્શાવી હતી. ત્યાર બાદ નોટબંધી થતા ખાતામાં ૨,૧૧,૫૦૦ રૂપિયાની જમા કરાવ્યા હતા. સીઆઇટી (અપીલ્સ)એ સમજૂતી માન્ય ન રાખતા ૨,૧૧,૫૦૦ની રકમને અઘોષિત આવક તરીકે ગણી હતી. 

આને પગલે ઉમાએ આઇટીએટીની આગ્રા બેન્ચ સમક્ષ અરજી કરી હતી. બધી હકીકતો અને દલીલોની સુનાવણી કર્યા બાદ એપેલેટે કહ્યું હતું કે “અમારું માનવું છે કે કરદાતા દ્વારા નોટબંધી પછી જમા કરાવવામાં આવેલી આ રકમને આવક તરીકે ન ગણવામાં આવે.આમ નોટબંધી પછી ગૃહિણીની રોકડ ૨.૫ લાખની રકમ આઇટી સ્ક્રુટિની હેઠળ આવી શકે નહી. આ પ્રકારની રકમને કરદાતાની આવક ન ગણી શકાય. હવે ભવિષ્યમાં આ પ્રકારના કેસોમાં આ ચુકાદો મુખ્ય આધાર તરીકે કામ કરશે.

મુંબઈ માં પેટ્રોલ 104 રુપીયા. વધુ ભાવવધારો ઝીંકાયો. જાણો આજના ભાવ

ઉમાએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે તેણે આ રકમ તેની અગાઉની બચત, તેના પતિ અને પુત્ર તથા સગાસંબંધીઓ પાસેથી મળેલી રકમના સ્વરૂપમાં એકત્રિત કરી હતી. હવે ભવિષ્યમાં આવા બધા કેસને આધાર તરીકે લેવામાં આવશે અને ગૃહિણીઓની ૨.૫ લાખ સુધીની જમા રોકડની તપાસ નહી થાય.

Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Exit mobile version