Site icon

ખુશખબર – સરકાર ગેરંટી વગર આપી રહી છે લોન- જાણો તેના વિશે વિગતવાર

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારીને(Corona epidemic) કારણે દેશના ગરીબ વર્ગને(poor class) ઘણું નુકસાન થયું છે અને લાખો લોકોએ તેમની નોકરી(job) ગુમાવી છે. તેમાં મોટો હિસ્સો સ્ટ્રીટ વેન્ડર્સના(street vendors) લોકોનો છે. કોરોનાના સંક્રમણને(Corona infection) રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ(Central and State Governments) ઘણી વખત લોકડાઉનનો (lockdown) આશરો લીધો છે. આવી સ્થિતિમાં દરરોજ કમાઈને ખાતા લોકોને ભારે આર્થિક નુકસાન થયું છે.

Join Our WhatsApp Community

આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે શેરી વિક્રેતાઓને મદદ કરવા અને તેમને ફરીથી તેમનું કામ શરૂ કરવા માટે 'પીએમ સ્વાનિધિ યોજના' (PM Svanidhi Yojana) શરૂ કરી છે. આ યોજના માટે સરકાર રસ્તાની બાજુની દુકાનના માલિકો અને નાના વેપારીઓને(Shop owners and small traders) 10,000 રૂપિયાથી 50,000 રૂપિયા સુધીની લોનની સુવિધા પૂરી પાડે છે.

કોઈપણ ગેરંટી વગર મળે છે લોન

'પીએમ સ્વાનિધિ યોજના' હેઠળ મળેલી લોનમાં કોઈપણ પ્રકારની લોન ગેરંટીની જરૂર નથી પડતી. આ કોલેટરલ ફ્રી લોન (Collateral Free Loan) છે એટલે કે ગેરંટી વિના મફત બિઝનેસ લોન. આવી સ્થિતિમાં એ સ્ટ્રીટ વેન્ડર્સ માટે એક ફાયદાની યોજના સાબિત થઈ રહી છે. સ્ટ્રીટ વેન્ડર્સ તેમનો બિઝનેસ વધારવા માટે આ લોન વારંવાર લઈ શકે છે. તમને પહેલીવાર 10,000 રૂપિયાની લોન મળે છે. આ લોની ચુકવણી તમે દર મહિને કરી શકો છો.

 આ સમાચાર પણ વાંચો : અંબાણી vs અદાણી- Jio-Airtelને ટક્કર આપવા અદાણીની ટેલિકોમના મેદાનમાં એન્ટ્રી- ટેલિકોમ-સેવાઓ પૂરી પાડવા મળ્યું આ લાયસન્સ 

લોનની ચુકવણી માટે મળે છે આટલો સમય

આપને જણાવી દઈએ કે મોદી સરકાર(Modi Govt) દ્વારા શરૂ કરવામાં આવેલી આ વિશેષ યોજનામાં સ્ટ્રીટ વેન્ડર્સને લોન ચૂકવવા માટે પૂરતો સમય મળે છે. એકવાર તમે લોન લો, તમે તેને 12 મહિનામાં એટલે કે 1 વર્ષમાં ચૂકવી શકો છો. જો તમે ઈચ્છો તો આ લોન તમે દર મહિને હપ્તામાં ચૂકવી શકો છો. તેના માટે તમારી પાસે આધાર કાર્ડ(Aadhaar Card) હોવું જરૂરી છે.

પીએમ સ્વનિધિ યોજનાની અરજીની પ્રોસેસ

• આ યોજના માટે તમે કોઈ પણ સરકારી બેંકમાં(government bank) જઈ અરજી કરી શકો છો

• તમે બેંકમાં જઈ પીએમ સ્વનિધિ યોજનાનો(PM Swanidhi Yojana) ફોર્મ ભરી શકો છો

• તેની સાથે આધારની ઝેરોક્ષ આપવાની રહેશે

• તેના પછી બેંક તમારી લોનને એપ્રુવ કરી દેશે

• તમને હપ્તામાં લોનના રૂપિયા મળી જશે

 આ સમાચાર પણ વાંચો : યુઝર્સને 5G સ્પીડ ટેસ્ટ કરવો પડ્યો મોંઘો- ચંદ સેકન્ડમાં જ ખતમ થઈ ગયો ડેટા- જાણો શું છે કારણ

 

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version