News Continuous Bureau | Mumbai
સરકાર ટૂંક સમયમાં દેશમાં બેંક એકાઉન્ટ(bank account) ખોલવા અને સિમ કાર્ડ(sim card) લેવાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે
Bank account: સરકાર ટૂંક સમયમાં દેશમાં બેંક એકાઉન્ટ ખોલવા અને સિમ કાર્ડ લેવાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. દેશમાં ઓનલાઈન ફ્રોડ (Online Fraud) ના વધી રહેલા મામલાઓને રોકવા માટે સરકાર હવે નવા નિયમ પર વિચાર કરી રહી છે. આ અંતર્ગત સરકાર નવું સિમ કાર્ડ આપવા અને બેંક એકાઉન્ટ ખોલાવવાના નિયમોને વધુ કડક કરી શકે છે.
હકીકતમાં સરકાર એવો નિયમ લાવવાનું વિચારી રહી છે કે જેથી મોબાઈલ સિમ(Mobile SIM) લેનાર અને બેંક એકાઉન્ટ ખોલાવનાર વ્યક્તિ સાથે જોડાયેલી તમામ માહિતીની સંપૂર્ણ તપાસ થઈ શકે. તેની સાથે આ કામો માટે અન્ય કોઈ વ્યક્તિની વિગતોનો ઉપયોગ ન કરી શકાય. તેની મદદથી બેન્કિંગ(Banking) અને સિમના મામલામાં ફ્રોડ રોકી શકાય છે.
આ સમાચાર પણ વાંચો : રિઝર્વ બેંકે દેશની આ સરકારી કંપની પર કડક કાર્યવાહી કરી- ફટકાર્યો અધધ આટલા લાખ રૂપિયાનો દંડ
સરકારનું શું છે પ્લાન ?
એક અહેવાલ મુજબ આવનારા સમયમાં ટેલિકોમ ઓપરેટર્સ(Telecom operators) અને બેંકો માટે ગ્રાહકનું ફિઝિકલ વેરિફિકેશન(Physical Verification) ફરજિયાત કરવામાં આવી શકે છે. જો કે હાલમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ બેંક એકાઉન્ટ ખોલવા અને સિમ મેળવવા માટે અરજી કરે છે, ત્યારે તો ઓનલાઈન ઈ-કેવાયસી (E-KYC) દ્વારા આધારથી(Aadhar) ડિટેલ્સ લઈને વેરિફિકેશન કરવામાં આવે છે. પરંતુ બીજી તરફ કંપનીઓના ખાતા માત્ર ઈન્કોર્પોરેશન સર્ટિફિકેટથી જ ખોલવામાં આવે છે.
પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં બેંકોમાં ફ્રોડના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ છે સિમ કાર્ડની સરળતાથી ઉપલબ્ધતા અને બેંક એકાઉન્ટ ખોલાવવું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના એક રિપોર્ટ મુજબ 2021-22માં બેંક ફ્રોડના કેસોમાં ફસાયેલ રકમ 41,000 કરોડ રૂપિયા હતી.
હવે બદલાશે નિયમ
હવે સરકાર નવું સિમ કાર્ડ આપવા અને બેંક એકાઉન્ટ ખોલાવવાની પ્રક્રિયામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. તેના માટે KYC ના વધુ કડક નિયમો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સરકાર ટેલિકોમ ઓપરેટર્સ અને બેંકોને ટૂંક સમયમાં નવા નિયમો લાગુ કરવા માટે કહી શકે છે. ગૃહ મંત્રાલયે આ મુદ્દે નાણા અને ટેલિકોમ મંત્રાલય સાથે સમીક્ષા બેઠક પણ કરી છે. આ નિર્ણયના રોડમેપ પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે
આ સમાચાર પણ વાંચો : નોકરી સિવાય કેવી રીતે એક્સ્ટ્રા ઈનકમ મેળવવી- ઘરે બેસી લાખોમાં રૂપિયા કમાવવાના આ છે ગજબના ફંડા
