Site icon

અરે વાહ, શું વાત છે! આ ભારતીય કંપની અમેરિકામાં ૧૨ હજાર લોકોને નોકરી આપશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

એચસીએલ ટેકનોલોજીસના સીઈઓ અને એમડી સી વિજયકુમારે જણાવ્યુ કે રાઈઝ એટ એચસીએલ પ્રોગ્રામ ફ્રેશર્સને ટ્રેનિંગ આપવા પર ફોકસ છે. જેમાં ફ્રેશર્સને જાેબ લર્નિંગથી લઈને સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ સુધીનુ શિક્ષણ આપવામાં આવે છે. અમે આ પ્રોગ્રામ દ્વારા તાજેતરમાં જ ગ્રેજ્યુએટ થવા અથવા જલ્દી જ ગ્રેજ્યુએટ થવા જઈ રહેલા યુવાઓને એચસીએલમાં કામ કરવા માટે તૈયાર કરશે. એચસીએલ આ પ્રોગ્રામ દ્વારા એપ ડેવલપમેન્ટ, ક્લાઉડ, આઈટી ઈન્ફ્રા સર્વિસ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ડેટા એનાલિટિક્સ અને ડિજિટલ એન્જિનિયરીંગ જેવા રોલ માટે હાયરિંગ કરશે. આ હાયરિંગ અમેરિકાના નોર્થ કેરોલાઈના, ટેક્સાસ, કેલિફોર્નિયા, મિશીગન, પેન્સિલવેનિયા, મિનેસોટા અને ક્નેક્ટીક્ટ જેવા રાજ્યોમાં કેન્દ્રિત રહેવાના છે.ભારતીય આઈટી કંપની એચસીએલ ટેકનોલોજીસ અમેરિકામાં ૧૨ હજાર લોકોને નોકરી આપવા જઈ રહી છે. કંપની આ લોકોને આગામી પાંચ વર્ષ દરમિયાન નોકરીની તક આપશે. જેમાંથી લગભગ બે હજાર લોકોને આગામી દોઢ વર્ષની અંદર એચસીએલની સાથે કામ કરવાની તક આપવામાં આવશે. કંપનીએ આની જાણકારી આપતા કહ્યુ કે આ હાયરિંગ અમેરિકામાં સ્થાનિક લોકોને રોજગાર આપવાના તેમના પ્રોગ્રામ રાઈઝ એટ એચસીએલનો ભાગ છે. ઈન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો અને એચસીએલ ટેકનોલોજીસ જેવી ભારતીય આઈટી કંપનીઓએ છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન અમેરિકામાં હાયરિંગ ઝડપી કરી છે. આ પ્રયાસ અમેરિકી નોકરીઓને આઉટસોર્સ કરવા જવાની વાતને ખોટી સાબિત કરવા માટે છે.

Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Exit mobile version