Site icon

શું તમને બેંક બેલેન્સ જાણવું છે- બેંક એકાઉન્ટ નંબર યાદ નથી- તો આ રીતે તપાસો

News Continuous Bureau | Mumbai

તમને તમારો બેંક એકાઉન્ટ(bank account) નંબર યાદ નથી અને તમારે ઈમરજન્સીમાં (emergency) તમારું બેંક બેલેન્સ ચેક કરવું છે. એવા સમયે જો તમારી પાસે તમારો આધાર કાર્ડ (Aadhaar Card) છે તો તેના 12 નંબરથી પણ તમે બેંક બેલેન્સ જાણી શકો છો.

Join Our WhatsApp Community

આધાર કાર્ડ ભારતીય નાગરિકોનું (Indian citizens) એક મહત્વપૂર્ણ ઓળખકાર્ડ માનવામાં આવે છે. આધાર કાર્ડ કેન્દ્ર સરકારની(Central Govt) સંસ્થા UIDAI દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. આધાર કાર્ડ દરેક નાગરિકનું નામ, જન્મ તારીખ, બાયોમેટ્રિક વિગતો(Biometric Data) રેકોર્ડ કરે છે. તમે આધાર કાર્ડ નંબર દ્વારા તમારું બેંક બેલેન્સ પણ ચકાસી શકો છો, તમારે બેંક એકાઉન્ટ નંબરની પણ જરૂર નથી. તમારે ખૂબ જ સરળ પ્રક્રિયાને અનુસરવી પડશે.

આ સમાચાર પણ વાંચો : ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં તેજી દેશમાં સાડીનો કારોબાર રૂ 1 લાખ કરોડને પાર

આધારનો ઉપયોગ બેંક ખાતું ખોલવા, ઇન્કમટેક્સ રિટર્ન (Income Tax) ભરવા, પાન કાર્ડ(PAN card), ડ્રાઇવિંગ લાઇસન્સ, મુસાફરી કરવા માટે, સરકારી કામકાજ માટે, આઇઆરસીટી(IRCTC) દ્વારા ટિકિટ કાઢવા જેવા વિવિધ કાર્યો માટે થાય છે. આધાર નંબર પણ બેંક ખાતા(Bank Account) સાથે લિંક કરવો  જરૂરી છે. ફક્ત 12 અંકના આધાર નંબર દ્વારા, તમે તમારા ખાતામાં જમા થયેલ નાણાંની વિગત જાણી શકો છો.

જેની પાસે ઇન્ટરનેટ નથી અને વધુ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા નથી તેમના માટે આધારકાર્ડ દ્વારા બેંક ખાતાની વિગતો જાણવી ખૂબ ફાયદાકારક છે. બેંક બેલેન્સ તપાસવા માટે તમારા રજિસ્ટર્ડ મોબાઇલથી *99*99*1#  પર કોલ કરો. ત્યારબાદ તમારો 12 અંકનો આધાર નંબર નાખવાનું કહેવામાં આવશે, પછી તમારે આ નંબરને ચકાસવા માટે તમારે ફરી આધાર નંબર નાખવો પડશે.

તે પછી તમને UIDAI તરફથી એક સંદેશ મળશે, જેમાં તમે સરળતાથી બેંક બેલેન્સ ચકાસી શકો છો. સરકારી યોજનાઓનો(Government Schemes) લાભ લેવા માટે તમે પૈસા મોકલવા માટે આધાર કાર્ડનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે, UIDAI એ દેશના 53 મોટા શહેરોમાં કુલ 114 આધાર સેવાઓ કેન્દ્ર ખોલવાની યોજના બનાવી છે.
 

Gold price drop: સોનું ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર: જાપાનીઝ માર્કેટની અસરથી સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી
India-China Steel Dispute: ભારતનો ચીન પર મોટો પ્રહાર: સસ્તા ચીની સ્ટીલની હવે ખેર નથી! સરકારે લાદી ભારે ટેક્સ ડ્યુટી, જાણો ભારતીય ઉદ્યોગોને શું થશે ફાયદો?
Kingfisher Airlines employee salary: EDનો મોટો ધડાકો: કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓને મળશે હકનો પગાર, ₹311 કરોડના ફંડને મળી લીલી ઝંડી
India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Exit mobile version