Site icon

ગૃહિણીઓનું કિચન બજેટ ખોરવાશે.. હવે સાબુથી ન્હાવું અને દાંત ઘસવા પણ મોંઘા પડશે. આ કંપનીએ સાબુથી લઈને જામના ભાવમાં 3-13 ટકાનો કર્યો વધારો…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,  

મુંબઈ, 02, માર્ચ 2022,

Join Our WhatsApp Community

બુધવાર, 

કોરોના મહામારી વચ્ચે પણ એક તરફ દેશમાં શ્રીમંતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. તો બીજી તરફ ગરીબ અને મધ્યમ વર્ગની હાલત દિવસેને વધુ કફોડી થઈ રહી છે. મોંધવારીનો માર સહન કરી રહેલા નાગરિકોને હવે ન્હાવાના સાબુથી લઈને જામ સુધીની વસ્તુઓ માટે વધુ કિંમત ચૂકવવી પડવાની છે.

હિન્દુસ્તાન યુનિલિવર (HUL) એ ફેબ્રુઆરીમાં તેના તમામ ઉત્પાદનોના પોર્ટફોલિયોમાં જુદા જુદા તબક્કામાં 3થી 13 ટકા ભાવ વધાર્યા હતા, જેમાં 100 ગ્રામ લક્સ સોપ પેકમાં 13 ટકાનો સૌથી તીવ્ર વધારો જોવા મળ્યો હતો, જેની કિંમત વધીને  35 રૂપિયા થઈ છે, જે અગાઉ  31 રૂપિયા હતી.

લાઇફબૉયના 125 ગ્રામ સાબુના પેકની કિંમત 6.5 ટકાના વધારા સાથે 31 રૂપિયાથી વધારીને 33 રૂપિયા કરવામાં આવી હતી. જાન્યુઆરીમાં, કંપનીએ સમાન સ્ટોક-કીપિંગ યુનિટની કિંમત 29રૂપિયા થી વધારીને 31 રૂપિયા કરી હતી. 

કંપનીના ડિસ્ટ્રિબ્યુટરોના કહેવા મુજબ સમગ્ર ફેબ્રુઆરી દરમિયાન કંપનીએ તેના તમામ પ્રોડક્ટ્સના પોર્ટફોલિયોમાં કિંમતમાં વધારો શરૂ કર્યો હતો. તેણે જાન્યુઆરીમાં પણ વ્હીલ, સર્ફ એક્સેલ અને લાઇફબૉય બ્રાન્ડ્સમાં 3-20 ટકાની રેન્જમાં ભાવ વધાર્યા હતા. કાચા માલના ખર્ચમાં સતત વધારો થવાને કારણે ભાવમાં વધારો થાય છે.

વધારાના તાજેતરના રાઉન્ડમાં અને સૌથી ઓછો વધારો જોવા મળ્યો હોય તેવા ઉત્પાદનોમાં, હિંદુસ્તાન લિવરે  તેના ડવ શેમ્પુમાં સ્ટોક કીપિંગ યુનિટની કિંમત 3 ટકા વધારીને  165 રૂપિયા કરી છે. 

રશિયા-યુક્રેન થકી ભારતીય શેરબજારમાં કડાકો, સેન્સેક્સ નિફટી આટલા પૉઇન્ટ ડાઉન; પરંતુ આ શેરોમાં જોવા મળી રહી છે તેજી

કિસાન જામ (500 ગ્રામ)ના ભાવમાં પણ 3.2 ટકાનો વધારો કરીને  160 રૂપિયા અને હોર્લિક્સ (1 કિલોના પેક)ની કિંમત 375 રૂપિયા થી 390 રૂપિયા કરી હતી, જે 4 ટકાનો વધારો દર્શાવે છે.

તેવી જ રીતે, પેપ્સોડેન્ટ ટૂથપેસ્ટ (80 ગ્રામ પેક) 52 રૂપિયામાં 4 ટકા મોંઘી થઈ છે અને સર્ફ એક્સેલ (એક કિલોનું પેક) 4 ટકા વધ્યું છે. વિમ બારમાં પણ 4 ટકાનો વધારો રૂ. 26 થયો હતો.

નવેમ્બરમાં  HULએ તેના તમામ ઉત્પાદનોના ભાવમાં 1થી 33 ટકાની રેન્જમાં વધારો કર્યો. કિંમતો વધારવા માટે તે એકમાત્ર કંપની નથી અન્ય કંપનીઓએ પણ કિંમતોમાં વધારો શરૂ કર્યો છે.

પહેલી માર્ચથી અમૂલે પણ એક લિટર દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે અને પરાગ મિલ્ક ફૂડ્સે પણ તેનું અનુકરણ કર્યું છે.

 ડિસેમ્બરના અંતથી, બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત લગભગ $75 પ્રતિ બેરલથી વધીને $103 પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે, જે 37 ટકાથી વધુનો વધારો છે. તેલની કિંમતો તમામ ક્ષેત્રોમાં કંપનીઓના પરિવહન, લોજિસ્ટિક્સ અને પેકેજિંગ ખર્ચ પર અસર કરે છે.
 

Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Exit mobile version