Site icon

બેંકમાં નોકરી જોઈએ છે- આજે એપ્લિકેશન કરવાનો આખરી દિવસ છે

News Continuous Bureau | Mumbai

બેંકમાં નોકરી(Bank job) કરવા ઈચ્છુક હોવ તો તમારી માટે સારી તક છે. આજે એપ્લિકેશન(application) કરવાનો છેલ્લો દિવસ છે. ઈચ્છુક ઉમેદવારો IBPSની સત્તાવાર વેબસાઈટ(Official website) ibps.inની મુલાકાત લઈને નોકરી માટે અરજી (Apply for a job) કરી શકે છે.

Join Our WhatsApp Community

અરજી ભરવાની છેલ્લી તારીખ આજે 22 ઓગસ્ટ, 2022 છે. જનરલ કેટેગરીના(General Category) ઉમેદવારો માટે એપ્લિકેશન ફી 850 રૂપિયા છે. જ્યારે રિઝર્વ કેટેગરીના(Reserve Category) ઉમેદવારો માટે 175 રૂપિયા ફી છે.

ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેકિંગ પર્સનલ સિલેકશન(Institute of Baking Personnel Selection) IBPS બહુ જલદી સરકારી બેંકોમાં(government banks) પ્રોબેશનરી ઓફિસર(Probationary Officer)(PO)ની લગભગ 7,000 ખાલી જગ્યા ભરવાની છે. કોઈ પણ સ્ટ્રીમનો ઉમેદવાર નોકરી માટે અરજી કરી શકે છે. આજે 22 ઓગસ્ટ અરજી કરવાની છેલ્લી તારીખ છે. ઉમેદવારની ઉંમર 20થી 30 વર્ષની હોવી જોઈએ.

ઈચ્છુક ઉમેદવારને બેંકમાં પ્રોબેશનરી ઓફિસર અથવા મેનેજમેન્ટ ટ્રેનીના પદ માટે પ્રીલિયમ્સ અને મેન ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે. જે ઓક્ટોબર અથવા નવેમ્બર 2022માં થશે. તેમાં પાસ થયા બાદ ઇન્ટરવ્યુ લેવામાં આવશે. વેબસાઈટ પર તમામ માહિતી ઉપલબ્ધ કરવામાં આવી છે.

બેંકે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ લગભગ 6932 ખાલી પદ ભરવામાં આવવાના છે. કુલ 11 બેંકમાં આ ભરતી કરવામાં આવવાની છે. જેમાં સૌથી વધુ ખાલી પદ કેનેરા બેંકમાં છે. કુલ 6932 પદમાંથી 2799 પદ રિઝર્વ કેટેગરી માટે છે. શેડ્યુલ કાસ્ટ માટે 1071, શેડ્યુઅલ ટ્રાઈબ માટે 520 પદ, ઓબીસી માટે 1876 અને આર્થિક રીતે નબળા વર્ગ માટે 666 પદ ખાલી છે.

 

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version