ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન લિ.એ નાણાકીય વર્ષ 2021 માં રેલ નીર પાણી વેચીને રૂ. 57.24 કરોડની આવક કરી હતી. કંપનીએ ગત એક વર્ષમાં 189.90 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો.
આઈઆરસીટીસીએ કેટરિંગ બિઝનેસમાંથી 223.41 કરોડ રૂપિયા, ઇન્ટરનેટ ટિકિટિંગથી 448.56 કરોડ રૂપિયા, ટૂરિઝમથી રૂ. 53.85 કરોડની કમાણી કરી હતી.
જ્યારે કોરોનાકાળમાં આખી દુનિયા આર્થિક સંકટનો સામનો કરી રહી હતી, ત્યારે IRCTC એ નાણાકીય વર્ષ 2020-21માં 783.05 કરોડ રૂપિયાની કમાણી કરી છે.