News Continuous Bureau | Mumbai
અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં ઘટાડાનું વલણ આજે પણ જોવા મળી રહ્યું છે.
ગુરૂવારે ડોલર સામે રૂપિયો 80.86ની ઇતિહાસની સૌથી નીચી સપાટીએ બંધ આવ્યા બાદ આજે વધુ 23 પૈસા ઘટી 81.09 ખુલ્યો છે.
વૈશ્વિક બજારમાં ફેડરલ રિઝર્વે વ્યાજ દર વધારતા, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધારે વણસે એવી શક્યતાના કારણે સલામતી તરફ દોટના લીધે ડોલર વધી રહ્યો છે.
ભારતની ચાલુ ખાતાની ખાધ વધી રહી છે, દેશની વિદેશી હૂંડિયામણની અનામત ઘટી રહી છે તેની અસર પણ રૂપિયા ઉપર જોવા મળી રહી છે.
આ સમાચાર પણ વાંચો : એક જગ્યા એવી પણ છે જ્યાં સોનાનો ભાવ 82 લાખ પ્રતિ તોલા છે-જાણો વિશ્વમાં કઈ જગ્યાએ સોનાના ભાવ કેટલા છે-મજેદાર જાણકારી
