Site icon

કોરોના કરડી ગયો : ભારતીયોની બચત આટલા ટકા ઘટી અને દેવું આટલા ટકા વધ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જૂન 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

કોરોના મહામારીને કારણે આખું વિશ્વ ખર્ચા સામે લડી બચત કરવાની હોડમાં છે એવામાં ભારતની સેન્ટ્રલ બૅન્કે રજૂ કરેલા એક રિપૉર્ટમાં કહ્યું છે કે ભારતના હાઉસહોલ્ડ(ઘરગથ્થુ) દેવામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ લોકોની બચતમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા પ્રારંભિક અંદાજ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના ત્રીજા ત્રિમાસિકગાળામાં ઘરેલુ નાણાકીય બચત સતત બીજા ક્વાર્ટરમાં ઘટીને કુલ ઘરેલુ ઉત્પાદન(GDP)ના ૮.૨% થઈ ગઈ છે. અગાઉના બે ત્રિમાસિકગાળામાં બચત-GDPનો આ રેશિયો અનુક્રમે ૨૧% અને ૧૦.૪% હતો, જે સતત ટોચથી ઘટી રહ્યો છે.

ભારતમાં ફરી ચિંતા વધારી રહ્યો છે કોરોના, કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકમાં કોઈ સુધારો નહીં  ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે 

ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦ના બીજા ત્રિમાસિકગાળામાં બચત ૮.૧%ની સપાટીએ સ્થિર રહી હતી. નાણાકીય આવક ઘટતાં અને દેવામાં વધારો થતાં લોકોની બચતમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું RBIના રિપૉર્ટમાં જણાવ્યું છે. ઘરેલુ દેવામાં પણ ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે. અમુક  પસંદગીનાં નાણાકીય સાધનો પર આધારિત ડેટ ટૂ GDP રેશિયો માર્ચ-૨૦૧૯થી સતત વધ્યો છે. સપ્ટેમ્બર, ૨૦૨૦ના ૩૭.૧%ની સાપેક્ષે ડિસેમ્બર, ૨૦૨૦ના અંતમાં વધીને ૩૭.૯%ના રેકૉર્ડ લેવલે પહોંચ્યો છે.

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
Gold Silver Rate Today: હવે ઘરેણું ખરીદવું સપનું બનશે? સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, ઈતિહાસના સૌથી ઉંચા સ્તરે પહોંચી કિંમતો; જાણો કેમ લાગી આ ‘આગ
BCCI: IPL ને મળ્યો નવો ‘AI પાર્ટનર’! Google ની Gemini કંપની સાથે BCCI એ કર્યા 270 કરોડના કરાર; દર વર્ષે તિજોરીમાં આવશે અધધ આટલા કરોડ
Gold Rate Today: અમેરિકા-યુરોપ તણાવ વચ્ચે સોનાના ભાવમાં મોટો વિસ્ફોટ; 10 ગ્રામનો ભાવ ₹1.47 લાખને પાર, જાણો ચાંદીના નવા રેટ.
Exit mobile version