Site icon

 જિયો ઇન્સ્ટિટ્યૂટે શૈક્ષણિક આગેવાનીને વધુ મજબૂત બનાવવા માટે આ વ્યક્તિની પ્રોવોસ્ટ તરીકે કરી નિમણૂક, જુલાઈ મહિનાની પહેલી તારીખે ઇન્સ્ટિટ્યૂટમાં જોડાશે; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

જિયો ઇન્સ્ટિટ્યૂટે શૈક્ષણિક આગેવાનીને વધુ મજબૂત બનાવવા માટે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નૉલોજી (કેલટેક)ના પ્રો. ગુરુસ્વામી રવિચંદ્રન ની પ્રોવોસ્ટ તરીકે નિમણૂક કરી હોવાની જાહેરાત કરી છે. પ્રો. રવિચંદ્રન 01 જુલાઈ, 2022ના રોજ જિયો ઇન્સ્ટિટ્યૂટમાં તેના ફાઉન્ડર પ્રોવોસ્ટ અને એન્જિનિયરિંગના પ્રોફેસર તરીકે જોડાશે. 

Join Our WhatsApp Community

વર્ષ 2015થી 2021 સુધી તેમણે કેલટેક ખાતે એન્જિનિયરિંગ અને એપ્લાઇડ સાયન્સ વિભાગના ઓટિસ બૂથ લીડરશીપ ચેર તરીકે સેવા આપી હતી. તેમણે 2009થી 2015 દરમિયાન કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે ગ્રેજ્યુએટ એરોસ્પેસ લેબોરેટરીઝ (GALCIT)ના ડિરેક્ટર તરીકે પણ સેવાઓ આપી હતી.

ડૉ.રવિચંદ્રને એન્જિનિયરિંગમાં પીએચ.ડી. અને બ્રાઉન યુનિવર્સિટી, યુએસએમાંથી એન્જિનિયરિંગમાં એમ.એસ. તથા રિજનલ એન્જિનિયરિંગ કૉલેજ (NIT), ત્રિચીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ (ઓનર્સ)માં બેચલર ઓફ એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ યુએસ નેશનલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગના સભ્ય છે, એ ઉપરાંત ફોરેન મેમ્બર એકેડેમિયા યુરોપિયા સહિત અનેક સન્માનીય પદ શોભાવે છે. તેમણે પોતાના સંશોધન અને શૈક્ષણિક પ્રદાન બદલ વોર્નર ટી. કોઇટર મેડલ, અમેરિકન સોસાયટી ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ, વિલિયમ એમ. મુરે લેક્ચર એવોર્ડ, સોસાયટી ફોર એક્સપ્રિમેન્ટલ મિકેનિક્સ, શેવલિયર ડી એલ’ઓર્ડે પાલ્મ્સ એકેડેમિક્સ, રિપબ્લિક ઓફ ફ્રાન્સ સહિત અનેક એવોર્ડ અને સન્માન મેળવ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો પારો ઉપર. પેટ્રોલ-ડીઝલમાં આજે પણ વધારો, જાણો ભાવમાં કેટલો વધારો થયો

ડૉ. રવિચંદ્રનની નિમણૂક અંગે શ્રીમતી રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું કે, “જિયો ઇન્સ્ટિટ્યૂટ અને રિલાયન્સ પરિવારમાં ડૉ. રવિચંદ્રનનું સ્વાગત કરતાં મને આનંદ થાય છે. મને ખાતરી છે કે આપણે બધાને તેમના શૈક્ષણિક ક્ષેત્રના બહોળા અનુભવથી ઘણો ફાયદો થશે અને તેનાથી ભારત અને વિશ્વની પ્રગતિમાં યોગદાન આપી શકે તેવા વૈશ્વિક નેતાઓની આગામી પેઢીને તૈયાર કરવાના અમારા મિશનને વેગ મળશે. વિશ્વભરની ટોચની સંસ્થાઓમાંથી ફેકલ્ટી મેળવીને જિયો ઇન્સ્ટિટ્યૂટ તેના ભારતીય મૂલ્યોને જાળવી રાખીને વૈશ્વિક બનવાની કલ્પના કરી રહી છે.”

જિયો ઇન્સ્ટિટ્યૂટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ તથા ડિજિટલ મીડિયા અને માર્કેટિંગ કોમ્યુનિકેશન્સના ઉભરતા ક્ષેત્રોમાં તેના પોસ્ટ-ગ્રેજ્યુએટ (PG) સર્ટિફિકેટ્સ પ્રોગ્રામ્સમાં પ્રવેશની પણ જાહેરાત કરી છે. એક વર્ષના આ પૂર્ણ-સમયના પ્રોગ્રામ્સમાં વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓના અગ્રણી શિક્ષણવિદો અને ઉદ્યોગ ચિંતનના અગ્રણીઓ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. આ પ્રોગ્રામ્સનું નવી મુંબઈ સ્થિત જિયો ઇન્સ્ટિટ્યૂટના શ્રેષ્ઠત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે સંચાલન કરવામાં આવશે. બંને પ્રોગ્રામ માટે ઉમેદવાર પાસે સ્નાતકની ડિગ્રીમાં ઓછામાં ઓછા 50% અથવા સમકક્ષ CGPA અને તે પછી ઓછામાં ઓછા 18 મહિનાનો કાર્ય અનુભવ હોવો જરૂરી છે. જિયો ઇન્સ્ટિટ્યૂટ દ્વારા લાયક ઉમેદવારોને ટ્યુશન ફીમાં 100% સુધીની શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ પોલીસની `સન્ડે સ્ટ્રીટ` પહેલને નાગરિકોનો મળ્યો ઉત્તમ પ્રતિસાદ, લોકોએ સ્વાસ્થ્યવર્ધક અને મનોરંજક પ્રવૃત્તિઓમાં લીધો ભાગ; જુઓ વિડિયો

Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Exit mobile version