News Continuous Bureau | Mumbai
દેશની અગ્રણી લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) I.P.O. બહાર પાડી રહી છે અને કરોડ રૂપિયા તેના થકી ઊભા કરી કરી છે ત્યારે સારા એજન્ટો(Agents) શોધવા અને તેમને જાળવી રાખવાના પડકારોનો સામનો કરી રહ્યા હોવાની કબૂલાત LIC એ કરી હોવાનું મિડિયામાં આવેલા અહેવાલ મુજબ જણાઈ આવ્યું છે.
મીડિયા હાઉસ માં આવેલા અહેવાલ મુજબ LICએ કહ્યું છે કે કોરોના મહામારી(Covid19 outbreak) દરિમયાન પોલિસીના(Policy) વ્યવસાયને ભારે અસર થઈ છે. એટલું જ નહીં પણ એજન્ટોને કાયદા મુજબ વળતર પણ અમુક લિમિટથી વધુ મળતું ન હોવાને કારણે તેઓ દૂર ભાગી રહ્યા છે. તેથી એજેન્ટનોને વધુ વળતર આપીને પ્રોત્સાહન કેવી રીતે આપી શકાય તે બાબતે તેઓ વિચાર કરી રહ્યા છે.
અહેવાલ મુજબ પોતાના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP)માં, LICએ જણાવ્યું હતું કે તે એજન્ટોને શોધી અને બદલી શકશે તેની કોઈ ગેરેંટી નથી. હાલ જે એજેન્ટ કામ કરી રહ્યા છે તેમને વધુ સારી રીતે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. પ્રતિભાને આકર્ષવામાં અને જાળવવામાં નિષ્ફળતા કામગીરી પર ભૌતિક પ્રતિકૂળ અસર કરી શકે છે. LICનો ઈન્શિયલ પબ્લિક ઓફર 4 મેના રોજ ખુલવાવો છે અને 9 મેના રોજ બંધ થવાનો છે.
આ સમાચાર પણ વાંચો : રિલાયન્સ મુંબઈમાં એક અબજ રૂપિયાના ખર્ચે લક્ઝરી બ્રાન્ડસનો મોલ બનાવશે. જાણો શું મળશે આ મોલ માં અને કઈ રીતે તે બીજા મોલ થી અલગ હશે.
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ LICએ આઈપીઓ(IPO) દસ્તાવેજોમાં જણાવ્યું હતું કે 31 માર્ચ 2021 થી 31 ડિસેમ્બર 2021 સુધીના તેમના સક્રિય એજન્ટોની સંખ્યામાં 3.60% ઘટાડો મુખ્યત્વે કોવિડ-19ને કારણે થયો હતો. લોકડાઉનને કારણે પ્રોડક્ટનું વિતરણ કરવાની એજન્ટોની ક્ષમતા પર પ્રતિકૂળ અસર થઈ છે.
LICએ આઈપીઓ દસ્તાવેજોમાં કહ્યું હતું કે વ્યાપાર સુધારવા માટે વ્યક્તિગત જોડાણની જરૂર હોય તેવા સમયે પોલિસી વેચવા માટે એજન્ટ હોવું મહત્વપૂર્ણ છે. "જો અમે એજન્ટોને આકર્ષવામાં અને જાળવી રાખવામાં નિષ્ફળ જઈએ, તો અમારા ઉત્પાદનોનું માર્કેટિંગ અને વેચાણ કરવાની અમારી ક્ષમતા અને અમારા ગ્રાહકોને અમે તેઓને પ્રદાન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે તે સ્તરની સેવા પૂરી પાડવાની અમારી ક્ષમતા પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. કે અમારા એજન્ટોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો વ્યવસાયને અસર કરી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બર 2021 સુધીમાં LIC પાસે 1.33 મિલિયન વ્યક્તિગત એજન્ટો હતા, જે દેશના કુલ વીમા એજન્ટોના 55% જેટલા હતા. ICICI પ્રુડેન્શિયલ લાઇફ 196,785 એજન્ટો સાથે બીજા નંબરનું સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. આઈપીઓ દસ્તાવેજોમાં કંપનીના જણાવ્યા મુજબ 31 માર્ચ 2021 સુધીમાં, સમગ્ર પ્રાઈવેટ ઈન્શ્યોરન્સ ઉદ્યોગ માટે 1.1 મિલિયન વ્યક્તિઓની સરખામણીમાં LIC પાસે તેના એજન્ટ નેટવર્કમાં 1.35 મિલિયન વ્યક્તિઓ હતી. વ્યક્તિગત એજન્ટો નાણાકીય વર્ષ 2021 માટે વ્યક્તિગત જીવન વીમા પ્રીમિયમના 58% જેટલા હિસ્સો મેળવવાનું ચાલુ રાખે છે.
IPO દસ્તાવેજોમાં કંપનીએ જણાવ્યું હતું. “ભારતીય ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (વીમા એજન્ટો અને વીમા મધ્યસ્થીઓને કમિશન અથવા મહેનતાણું અથવા પુરસ્કારની ચૂકવણી) રેગ્યુલેશન્સ, 2016 ભારતમાં અમારા વીમા મધ્યસ્થીઓને પ્રોત્સાહિત કરવાની અમારી ક્ષમતાને મર્યાદિત કરે છે (દા.ત., વ્યક્તિગત એજન્ટો, કોર્પોરેટ એજન્ટો, વીમા દલાલો, બેંકાસ્યોરન્સ. ભાગીદારો, દલાલો અને વીમા માર્કેટિંગ કંપનીઓ) આવા એજન્ટો અને વચેટિયાઓને કમિશન અથવા મહેનતાણુંની ચૂકવણી પર મર્યાદા લાદવાથી એક સીમાથી વધુ કમિશન તેમને ચૂકવી શકાતું નથી. તેની અસર એજેન્ટના કામ પર પણ જોવા મળી રહી છે.