News Continuous Bureau | Mumbai
દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની(Government insurance company) એલઆઇસી(LIC) શેરબજારમાં(share market) મોટું નુકસાન થયુ છે.
શેરબજારમાં ડિસ્કાઉન્ટ દરે(discount rate) લિસ્ટેડ LICના શેરની કિંમત(Share price) ઘટી રહી છે. આજે LICનો શેર 2.65 પોઇન્ટ ઘટીને રૂ. 807 પર ટ્રેડ થઈ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટાડાના પગલે LICના રોકાણકારોને(investors) રૂ. 87,500 કરોડનો ફટકો પડ્યો છે.
LICના શેરના ભાવમાં ઘટાડાની અસર માર્કેટ કેપિટલાઇઝેશન(Market capitalization) પર પણ પડી છે.
લિસ્ટિંગ સમયે માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ LIC પાંચમી સૌથી મોટી કંપની હતી પરંતુ હવે તે સાતમાં ક્રમે સરકી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : માર્કેટમાં શેરોમાં ઘટાડાના પગલે LICને મોટું નુકસાન- માર્કેટ કેપની દ્રષ્ટીએ એક ક્રમ નીચે- આ કંપની આગળ નીકળી ગઈ