Site icon

મહિલાઓ માટે LIC લાવી આ યોજના- રોજની 29 રૂપિયાની બચત કરીને આટલા લાખનું ફંડ મેળવો

News Continuous Bureau | Mumbai

ભારતીય જીવન વીમા નિગમ(Life Insurance Corporation of India) એટલે કે LIC મહિલાઓના ઉજ્જવળ ભવિષ્ય(Bright future of women) માટે આધાર શિલા યોજના(Aadhaar Shila Yojana) લાવી છે, જે ખૂબ જ ફાયદાકારક છે. 8 વર્ષથી 55 વર્ષની વયજૂથની મહિલાઓ LICની આ ફાઉન્ડેશન સ્કીમમાં (foundation scheme) રોકાણ કરી શકે છે. જો તમે આ સ્કીમમાં દરરોજ 29 રૂપિયા જમા કરો છો, તો તમને મેચ્યોરિટી પર 4 લાખ રૂપિયા મળી શકે છે. આવો જાણીએ આ સ્કીમ વિશે વધુ…

Join Our WhatsApp Community

જો કોઈ મહિલા દરરોજ 29 રૂપિયા બચાવે છે, તો તે એક વર્ષમાં LIC આધાર શિલામાં 10,959 રૂપિયાનું રોકાણ કરશે. જો તે મહિલા 20 વર્ષ  માટે દર મહિને 899 આ રીતે રોકાણ કરે છે, તો મેચ્યોરિટી પર તેને  લગભગ ચાર લાખ રૂપિયા મળશે.

ધારો કે સ્કીમ શરૂ કરતી વખતે મહિલાની ઉંમર 30 વર્ષની છે, તો 20 વર્ષ પછી તેની પાસે 2 લાખ 14 હજાર 696 રૂપિયા એકઠા થશે, પરંતુ મેચ્યોરિટી સમયે સંબંધિત મહિલાનું રોકાણ મૂલ્ય 3 લાખ 97 હજાર રૂપિયા થશે.

આ સમાચાર પણ વાંચો : મોદી સરકારે DBTનો રેકોર્ડ બનાવ્યો- અત્યાર સુધીમાં જરૂરિયાતમંદોના બેંક ખાતામાં નાખ્યા અધધ- આટલા ખરબ રૂપિયા- આંકડો જાણીને આંખો થઇ જશે પહોળી

તમે પોલિસીને માસિક, ત્રિમાસિક અથવા અર્ધ-વાર્ષિક(monthly, quarterly or semi-annually) ચૂકવી શકો છો. એલઆઈસીએ પોલિસી ધારકના પોલિસી લીધા પછી રદ કરવાના નિર્ણયને બદલવાનો વિકલ્પ પણ આપ્યો છે. આ વિશેષ સુવિધા LIC દ્વારા આપવામાં આવે છે. પરંતુ તમે 15 દિવસની અંદર જ પોલિસી કેન્સલ કરી શકો છો.

LIC દ્વારા નિયમો અને શરત જાહેર કરવામાં આવ્યા છે. તે મુજબ જે મહિલાઓ પાસે આધાર કાર્ડ(Aadhaar Card) છે, તે જ આ યોજનાનો લાભ લઈ શકશે. આ LIC યોજના પોલિસીધારક(Policy holder) અને તેના મૃત્યુ પછી પરિવારને નાણાકીય સહાય(Financial assistance) પૂરી પાડશે, જેમાં મહિલાના પરિવારના સભ્યોને નિશ્ચિત રકમ ચૂકવવામાં આવશે. LICનો આ પ્લાન માત્ર મહિલાઓ માટે છે. તેમાં 8 વર્ષથી 55 વર્ષની ઉંમર સુધી રોકાણ કરી શકાય છે. કોઈપણ મહિલા પોલિસીધારક 75 હજાર રૂપિયાથી લઈને વધુમાં વધુ 3 લાખ રૂપિયા સુધીનો વીમો ખરીદી શકે છે.
 

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version