ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2021
બુધવાર
ઘરેલૂ એલપીજી સિલેન્ડરની કિંમતમાં ફરી એક વાર વધારો ઝીકવામાં આવ્યો છે.
આજે એટલે કે, એક સપ્ટેમ્બરના રોજ 14.2 કિલોગ્રામનો સબ્સિડી વગરનો સિલેન્ડરમાં 25 રૂપિયાનો વધારો થયો છે.
આ વધારા બાદ દિલ્હીમાં હવે 14.2 કિલોનો સિલેન્ડર 884.50 રૂપિયા થઈ ગયો છે.મુંબઈમાં સબ્સિડી વગરના સિલેન્ડરની કિંમત હવે 884.50 રૂપિયા થઈ ગઈ છે
15 દિવસમાં જ સબસિડી વગરના એલપીજી સિલેન્ડર 50 રૂપિયા મોંઘો થઈ ગયો છે.
આ અગાઉ પેટ્રોલિયમ કંપનીઓએ 18 ઓગસ્ટના રોજ ગેસ સિલેન્ડરની કિંમતોમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો.