News Continuous Bureau | Mumbai
હવે ઘરેલુ LPG ગેસ સિલિન્ડર(LPG Gas cylinder)ની સંખ્યા ગ્રાહકો માટે નક્કી થઈ ગઈ છે. તેથી હવે ગૃહિણીઓએ ખાસ કાળજી લેવી પડશે. નવા નિયમો અનુસાર, હવે ગ્રાહક એક વર્ષમાં માત્ર 15 સિલિન્ડર જ ખરીદી શકશે. આ ઉપરાંત ગ્રાહક(Custoemr) માત્ર મહિનામાં બે સિલિન્ડર જ લઇ શકશે. હવે ગ્રાહકોને 2 કરતા વધારે સિલિન્ડર નહીં મળે. મહત્વનું છે કે અત્યાર સુધી સિલિન્ડર માટે મહિના કે વર્ષની લીમીટ નક્કી ન હતી.
રિપોર્ટ અનુસાર, રાશનિંગ(Rationing) માટે સોફ્ટવેરમાં બદલાવ કરવામાં આવ્યા છે. આ નિયમ લાગ થઇ ચુક્યા છે. ખાસ વાત એ છે કે આ નિયમ એટલા માટે લાગુ થયો કારણ કે ઘણા સમયથી ફરિયાદ હતી કે ડોમેસ્ટિક બિન-સબસિડીવાળી રિફિલ કોમર્શિયલ(Commercial) કરતા સસ્તી હોવાથી અહીં તેનો વધુ ઉપયોગ થતો હતો, જે કારણે સિલિન્ડર પર રાશનિંગ કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : ટ્રકવાળા છે કે સુધરતા નથી- મુંબઈના આ બ્રિજ હેઠળ ફરી એક વખત કન્ટેનર ફસાયું- જુઓ વિડિયો
સબસિડીવાળા સિલિન્ડર પણ મળશે. આ નિર્ણય તેલ કંપનીઓ દ્વારા ગ્રાહકો માટે લાગુ કરવામાં આવ્યો છે. સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડર માટે નોંધણી કરાવનારાઓને વર્ષમાં માત્ર 12 સિલિન્ડર મળશે. જો વધુ સિલિન્ડરની જરૂર પડશે તો સબસિડી વગરના સિલિન્ડર લેવા પડશે. એટલે કે તમારે વધારાના પૈસા ચૂકવવા પડશે.
1 ઓક્ટબરે થનારી કિંમતોની સમીક્ષામાં નેચરલ ગેસની કિંમત વધી શકે છે. છે. ગેસની કિંમત દર 6 મહિનામાં એકવાર સરકાર નક્કી કરે છે. સરકાર દર વર્ષે 1 એપ્રિલથી 1 ઓક્ટોબરે આ કરે છે. ગેસની કિંમત મોટાભાગે દેશમાં ચાલી રહેલી કિંમતો પર આધારિત હોય છે.
આ સમાચાર પણ વાંચો : દેશની ટોચની વધુ એક રિટેલ ચેન કંપનીને રિલાયન્સ અધિગ્રહણ કરશે -દિવાળી સુધીમાં પાર પડશે સોદો- જાણો કેટલામાં થશે ડીલ
