Site icon

મોટી ખુશખબર- દિવાળી પહેલા સસ્તા થશે એલપીજીના સિલિન્ડર- સરકારે બનાવ્યો આ પ્લાન

News Continuous Bureau | Mumbai

ગેસ સિલિન્ડરના ભાવ (gas cylinder price)માં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 વર્ષના ડેટા પર નજર કરીએ તો એલપીજીના ભાવ માં બમ્પર વધારો જોવા મળ્યો છે, પરંતુ કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

સરકારી ઓઇલ કંપનીઓ જારી કરે છે ભાવ

આપને જણાવી દઈએ કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (Indian Oil Corporation), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) દ્વારા ગેસનું ડિસ્ટ્રીબ્યૂશન કરવામાં આવે છે અને છેલ્લા 2 વર્ષથી સતત ભાવ વધારા બાદ આ કંપનીઓ ખોટ સહન કરીને ગેસનું ડિસ્ટ્રીબ્યૂશન કરી રહી છે.

મોંઘા એલપીજી થી મળશે રાહત

પીએમ મોદી (PM Modi) ની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકારી ઓઇલ કંપનીઓને(government oil companies)  22 હજાર કરોડ રૂપિયાની વન ટાઈમ ગ્રાન્ટ(One Time Grant) આપવામાં આવશે. તેની સાથે આ કંપનીઓનું નુકસાન પણ ભરપાઈ થશે, સાથે જ સામાન્ય લોકોને પણ મોંઘા એલપીજીમાંથી રાહત મળી શકશે.

આ સમાચાર પણ વાંચો :  નિયમો બદલાયા- હવે કોન્ટેક્ટ લેન્સ વેચતા પહેલા દુકાનદારોએ કરવું પડશે આ કામ- નહીં તો થશે કડક કાર્યવાહી

2 વર્ષોમાં 459 રૂપિયાનો થયો વધારો

અનુરાગ ઠાકુરે(Anurag Thakur) જણાવ્યું કે કંપનીઓ પર નાણાકીય દબાણ ઓછું કરવા માટે નાણાકીય મદદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે ઓક્ટોબર 2020 થી અત્યાર સુધી એટલે કે છેલ્લા 2 વર્ષમાં ગેસના ભાવમાં 459 રૂપિયાનો વધારો થયો છે.

આજના ભાવ કરો ચેક

આપને જણાવી દઈએ કે 1 ઓક્ટોબર 2020 ના રોજ દેશની રાજધાની દિલ્હીમાં 14.2 કિલોના ગેસ સિલિન્ડરનો ભાવ 594 રૂપિયા હતો. આ સિવાય કોલકાતામાં 620.50 રૂપિયા, ચેન્નાઈમાં 610 રૂપિયા અને મુંબઈમાં 594 રૂપિયા હતો. તે જ સમયે જો આપણે આજે કિંમતો વિશે વાત કરીએ તો તે દિલ્હીમાં 1053 રૂપિયા, કોલકાતામાં 1079 રૂપિયા, મુંબઈમાં 1052.50 રૂપિયા અને ચેન્નાઈમાં 168.50 રૂપિયા છે.

Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Exit mobile version