News Continuous Bureau | Mumbai
સામાન્ય નાગરિકોને મોંધવારીનો(Inflation) હજી માર પડવાનો છે. જો તમે ઘરમાં ગેસનું નવું કનેક્શન(Gas Connection) લેવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. કારણ કે પેટ્રોલિયમ કંપનીઓએ(Petroleum companies) નવા ઘરેલુ ગેસ કનેક્શનના ભાવમાં વધારો કર્યો છે.
અગાઉ, ગ્રાહકોને ગેસ સિલિન્ડર(Gas cylinder) કનેક્શન માટે 1,450 રૂપિયા ચૂકવવા પડતા હતા, પરંતુ હવે તમારે 750 રૂપિયા વધુ ચૂકવવા પડશે એટલે કે તમારે હવે કુલ 2,200 રૂપિયા ચૂકવવા પડશે. નવો ફેરફાર 16 જૂનથી અમલમાં આવશે. પેટ્રોલિયમ કંપનીઓએ 14.2 કિલોના ગેસ સિલિન્ડરના કનેક્શનમાં 750 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. નવા નિયમો અનુસાર, જો તમે બે-સિલિન્ડર કનેક્શન લો છો, તો તમારે સિક્યુરિટી તરીકે 4,400 રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ ગ્રાહકોને(Customer) માત્ર 2,200 રૂપિયા ચૂકવવા પડતા હતા.
આ સમાચાર પણ વાંચો : હાય રે મોંઘવારી- મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો 9 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો-જાણો આંકડા અહીં
આ ઉપરાંત, ગ્રાહકોએ રેગ્યુલેટર (regulator) માટે 150 રૂપિયાને બદલે 250 રૂપિયા ખર્ચવા પડશે. કેન્દ્ર સરકારની(Central Government) ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને પણ અસર થશે, અને ઉજ્જવલા યોજનાના ગ્રાહકોએ બીજા સિલિન્ડર માટે વધારાની સિક્યુરિટી રકમ ચૂકવવી પડશે. જો કે, આ યોજના હેઠળ નવું કનેક્શન લેવામાં આવે છે, તો તેણે પહેલા જેટલી જ સિક્યુરિટી ચૂકવવી પડશે.
સબસિડી વગરના ગેસ સિલિન્ડર – 1065 રૂપિયા
સિલિન્ડર સિક્યુરિટી ડિપોઝિટ રકમ – 2200 રૂપિયા
રેગ્યુલેટર માટે સિક્યુરિટી ડિપોઝિટ – 250 રૂપિયા
પાસબુક – 25 રૂપિયા
પાઇપ – 150 રૂ