News Continuous Bureau | Mumbai
કારોબારી સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે(trading day) એટલે કે સોમવારે ભારતીય શેરબજારમાં (Indian stock market) ઘટાડો જોવા મળી રહ્યો છે.
ટ્રેડિંગ સેશનની(trading session) શરૂઆતમાં 30 અંકવાળો સેન્સેક્સ(Sensex) અને 50 અંકવાળો નિફ્ટી(NIfty) બંને ઘટાડા સાથે ખુલ્યા.
હાલ સેન્સેક્સ 643.82 પોઇન્ટ લપસીને 59,002.33ના સ્તરે અને નિફ્ટી 196.65 પોઇન્ટ ઘટીને 17,561.80ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
સૌથી વધુ અઢી ટકાથી પણ વધારેનો ઘટાડો કોટક મહિન્દ્રાના(Kotak Mahindra) શેરમાં જોવા મળ્યો.
આ સમાચાર પણ વાંચો : આ સડક સમ્મોહન શું છે- બોમ્બે પુના હાઈવે પર એક્સિડન્ટ થઈ ગયા પછી નવી ચર્ચા સામે આવી
