Site icon

નાના વેપારીઓને રાહત. ટેક્સ ભરવાથી ચૂકી ગયેલા વેપારી માટે ઠાકરે સરકારે જાહેર કરી અભય યોજના, આટલા ટકા ટેક્સ માફ કરાશે.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન અનેક વેપારીઓ આર્થિક રીતે પાયામાલ થઈ ગયા હતા. વેપાર-ધંધાને મોટો ફટકો અનેક નાના વેપારીઓ સરકારને ટેક્સ ચૂકવી શક્યા નહોતા. હવે આવા નાના વેપારીઓને રાહત આપવાની જાહેરાત ઠાકરે સરકારે કરી છે. ટેક્સ પેટે નીકળતા લેણા માટે સરકારે અભય યોજના જાહેર કરી છે અને તે અંગેના બિલને બંને સભાગૃહમાં મંજૂર કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

નાના વેપારી અને ઉદ્યોગધંધાને આર્થિક અડચણમાંથી ઉગારવા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને નાણા પ્રધાન અજીત પવારે “મહારાષ્ટ્ર કર, વ્યાજ, દંડ તથા વિલંબ ફીમાં બાંધછોડ-22 “ આ યોજનાને સોમવારે જાહેર કરી હતી.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અમલમાં આવ્યા પહેલા વેણાણવેરા વિભાગ મારફત વસૂલ કરવામાં આવતા વિવિધ ટેક્સ  સંદર્ભેની આ યોજના છે. જે હેઠળ લેણદારોના 10,000 રૂપિયા માફ કરવાની જાહેરાત કરી છે, જેનાથી લગભગ એક લાખ નાના વેપારીઓને રાહત થશે. એ સિવાય પહેલી એપ્રિલ 2022ના રોજ વેપારીઓને બાકી રકમ 10 લાખ કે તેથી ઓછી છે, તેમનો બિનવિવાદિત કર, દંડની રકમની કોઈ પણ ગણતરી કર્યા વિના કુલ બાકી રકમના 20 ટકા ચૂકવવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. બાકીના 80 ટકા માફ કરવામા આવશે. તેનો લાભ રાજ્યના 2 લાખ 20 હજાર વેપારીઓને મળશે. જે વેપારીઓ ઉપરની બંને યોજનામાં બેસતા નથી, તે વેપારી બાકી રકમ માટે કોઈ લાભ આપવામાં આવશે નહીં અને તેને 100 ટકા રકમ ચૂકવવી પડશે.

 આ સમાચાર પણ વાંચો :ચૂંટણી ગઈ એટલે મોંઘવારી આવી. રાંધણગેસના ભાવમાં મોટો ભડાકો. જાણો નવા ભાવ અહીં. 

અભય યોજનાનો લાભ મેળવવા માટે ચોક્કસ સમયગાળામાં જરૂરી રકમની એક સાથે ચૂકવણી કરવાની રહેશે. જોકે જે વેપારીઓ પાસેથી 50 લાખ રૂપિયાથી વધુ છે એવા વેપારીઓને અભય યોજના અંતર્ગત આવશ્યક રકમ માટે હપ્તાથી નાણા ભરવાની સવલત પર્યાય ઉપલબ્ધ છે. એમાં કુલ ચાર હપ્તામાં નાણા ભરવાની સવલત છે. એમાં પ્રથમ હપ્તો 25 ટકા 30 સપ્ટેમ્બર 2022 સુધી ભરવાનો રહેશે. બાકીના ત્રણ હપ્તા આગામી નવ મહિનામાં ભરવાના રહેશે.

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version