Site icon

સારા સમાચાર: આખરે ઉપનગરના રહેવાસીઓને આ ટેક્સ ભરવાથી મળી રાહત, સરકારે બહાર પાડ્યો GR; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈ ઉપનગરોના રહેવાસીઓને આપવામાં આવેલી બિન-કૃષિ કરની (નોન એગ્રીકલ્ચરલ ટેક્સ) નોટિસને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે તેને લગતો GR બહાર પાડતા આખરે મુંબઈગરાએ રાહત અનુભવી હતી.

Join Our WhatsApp Community

ભાજપના નેતા ધારાસભ્ય અને આશિષ શેલારે જણાવ્યું હતું કે સરકારે મુંબઈ ઉપનગરોમાં રહેતા 60,000 થી વધુ લોકોને બિન-કૃષિ કરની નોટિસ જારી કરી હતી. આ નોટિસો ગેરવાજબી હતી, તેથી તેને લગતો મુદ્દો બજેટ સત્રમાં ઉઠાવ્યો હતો.

આશિષ શેલારે કહ્યું હતું કે જ્યારે ઉપનગરોમાં ઇમારતો, ઝૂંપડીઓ અને અન્ય રહેણાંક બાંધકામો બાંધવામાં આવ્યા હતા, ત્યારે દરેક બિલ્ડરે બિન-કૃષિ કર ચૂકવ્યો હતો. છતાં પણ  દરેક વખતે તેમને ટેક્સ નોટિસ આપવામાં આવતી રહી છે.

આ સમાચાર પણ વાંચો : મોંધવારીનો માર: ઓટો-ટેક્સીમાં ફરવું મોંઘુ પડશે. યુનિયને સરકાર સમક્ષ કરી આટલા રૂપિયાના ભાડા વધારાની માંગ.. જાણો વિગતે

આ નોટિસ અગાઉના દરો કરતાં 1500 ટકા વધુ દરે બહાર પાડવામાં આવી હતી, જે અયોગ્ય છે. એક તરફ કોરોનાને કારણે લોકોને ભારે આર્થિક ફટકો પડ્યો છે, ત્યારે બીજી તરફ સરકાર દ્વારા આવો બોજ નાખવામાં આવી રહ્યો છે. વળી, દક્ષિણ મુંબઈ શહેરની સોસાયટીઓ પર આવો વેરો વસુલવામાં આવતો નથી, માત્ર ઉપનગરીય બાંધકામો પર જ વસૂલવામાં આવે છે. એક શહેરમાં બે નિયમો કેવી રીતે હોઈ શકે? આ પ્રશ્ન ધારાસભ્ય શેલારે તેમની હાજરીમાં ઉઠાવ્યો હતો અને તેમણે માંગ કરી હતી કે સરકારે આ નોટિસોને તાત્કાલિક સસ્પેન્ડ કરવી જોઈએ. 

છેવટે વિધાનસભામાં મહેસૂલ મંત્રી બાલાસાહેબ થોરાટે જાહેરાત કરી હતી કે નોટિસો મુલતવી રાખવામાં આવી રહી છે. તે મુજબ સરકારે ગવર્મેન્ટ રિઝોલ્યુશન બહાર પાડીને આ ટેક્સને મુલતવી રાખ્યો છે. આ દરમિયાન, ધારાસભ્ય અને આશિષ શેલારે કહ્યું છે કે મુંબઈવાસીઓ સામેની લડતને મોટી સફળતા મળી હતી .

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version