Site icon

લેટસ થઈ ગઈ મોંઘી-  હવે બર્ગરમાં વપરાશે કોબી- કેએફસીની જાહેરાત પછી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને કહ્યું કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે- જાણો મજેદાર કિસ્સો. 

News Continuous Bureau | Mumbai 

છેલ્લા ઘણા સમયથી ફાસ્ટ ફૂડ(Fast food)ની વાનગીમાં બર્ગરે(Burger) એક અલગ સ્થાન જમાવ્યું છે. બર્ગર પ્રેમીઓ મેકડોનાલ્ડ(Mcdonald) અને કેએફસી(KFC)માં આ વાનગીનો આનંદ માણે છે. જોકે છેલ્લા થોડાક સમયથી લેટસ ઘણી મોંઘી થઈ ગઈ છે.  લેટસ(lettuce) એ કોબી જેવું જ એક વેજીટેબલ છે જેનો સ્વાદ કોબી(cabbage) કરતા થોડો અલગ હોય છે પરંતુ રંગરૂપ કોબી જેવા જ હોય છે. આખા વિશ્વમાં ઓસ્ટ્રેલિયા(Australia)માં તેનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. જોકે ચાલુ વર્ષે તેના ઉત્પાદન ઉપર વિપરીત અસર પડી છે જેને કારણે ઓસ્ટ્રેલિયામાં લેટસની અછત સર્જાઈ છે. હવે તેના ભાવ ઘણા ઊંચા ગયા છે. આ કારણથી કેએફસી(KFC)એ જાહેરાત કરી છે કે તેઓ પોતાનાં બર્ગરમાં લેટસની સાથે કોબી નાખશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ પાર્ટી ફરી સત્યાગ્રહને રસ્તે ચાલી- પણ હવે અંગ્રેજો સામે નહીં ઈડીના કાર્યાલય સામે સત્યાગ્રહ થશે- જાણો સમગ્ર મામલો

મલ્ટિનેશનલ કંપની(Multinational company)ની આ જાહેરાત પછી ઓસ્ટ્રેલિયામાં વિવાદે જોર પકડ્યું છે. કેટલાક લોકો મોંઘવારી(Inflation)ને કારણભૂત માને છે તો કેટલાક લોકો કંપનીને ગાળો આપી રહ્યા છે. એક રેડિયો શો માં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને જ્યારે આ સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે મજાકના મૂડમાં તેમણે જવાબ આપ્યો હતો કે આ એક રાષ્ટ્રીય સમસ્યા કહેવાય અને આ સંદર્ભે કેબિનેટની મિટિંગમાં ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન(PM)ના આ જવાબને કારણે સહુકોઇ ખડખડાટ હસી ગયા હતા. પરંતુ ભારત(India)માં મબલખ રીતે પેદા થનાર કોબી હવે આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ વાનગી સાથે પીરસાશે.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version