ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,18 જાન્યુઆરી 2022
મંગળવાર.
2022ની શરુઆતથી શેરબજારમાં જોવા મળી રહેલી તેજી પર આજે બ્રેક લાગી છે.
સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે અને નિફ્ટી બંને સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે.
આજના કારોબાર બાદ સેન્સેક્સ 554.05 પોઈન્ટના ઘટાડા સાથે 60,754.86 પર બંધ થયો છે.
નિફ્ટી ઇન્ડેક્સ 195.05 પોઇન્ટના ઘટાડા સાથે 18,113.05 પર બંધ થયો છે.
નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલકેપ અનુક્રમે 2.06 અને 2.45 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.