Site icon

મુકેશ અંબાણીએ દુબઈમાં સૌથી મોંઘી હવેલી ખરીદી- ન્યૂયોર્કમાં પણ પ્રોપર્ટી શોધી રહ્યા છે

News Continuous Bureau | Mumbai

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન(Chairman of Reliance Industries) અને અબજોપતિ મુકેશ અંબાણીએ(Billionaire Mukesh Ambani) દુબઈમાં(Dubai) અત્યાર સુધીની સૌથી મોંઘી પ્રોપર્ટી ખરીદી છે. બ્લૂમબર્ગના(Bloomberg) અહેવાલ મુજબ, મુકેશ અંબાણીએ ગયા અઠવાડિયે કુવૈતી ટાયકૂન મોહમ્મદ અલશાયાના(Kuwaiti tycoon Mohammed Alshaya) પરિવાર પાસેથી લગભગ $163 મિલિયનમાં પામ જુમેરાહ હવેલી(Palm Jumeirah Mansion) ખરીદી હતી.

Join Our WhatsApp Community

દુબઈના જમીન વિભાગે ખરીદનારની ઓળખ જાહેર કર્યા વિના સોદાની વિગતો આપી હતી. રિલાયન્સ અને અલશાયાના પ્રતિનિધિઓ(Representatives of Reliance and Alshaya) તરફથી કોઈ સત્તાવાર નિવેદન (official statement) આવ્યું નથી. તમને જણાવી દઈએ કે કુવૈતના દિગ્ગજ બિઝનેસમેન અલશાયા ગ્રૂપ(Alshaya Group) પાસે સ્ટારબક્સ(Starbucks), એચએન્ડએમ(H&M) અને વિક્ટોરિયા સિક્રેટ(Victoria's Secret) સહિત રિટેલ બ્રાન્ડની સ્થાનિક ફ્રેન્ચાઈઝી(Local Franchise of Retail Brands) છે.

આ સમાચાર પણ વાંચો:  Jioએ આપ્યો ઝટકો- હવે ડિઝની પ્લસ હોટસ્ટારની સર્વિસ આ પ્લાનમાંથી હટાવી- જાણો વિગતો

તે જ સમયે, મુકેશ અંબાણી(Mukesh Ambani) ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન છે અને તેમની કુલ સંપત્તિ $84 બિલિયન છે. તે એશિયાના અબજોપતિઓની યાદીમાં બીજા ક્રમે છે.

દુબઈમાં બીજી ડીલ: અંબાણીની દુબઈમાં નવી હવેલી આ વર્ષની શરૂઆતમાં તેણે ખરીદેલા $80 મિલિયનના ઘરથી થોડી જ અંતરે છે, બ્લૂમબર્ગ અહેવાલ આપે છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સે યુકેની પ્રતિષ્ઠિત કન્ટ્રી ક્લબ સ્ટોક પાર્ક ખરીદવા માટે ગયા વર્ષે $79 મિલિયનનો ખર્ચ કર્યો હતો. સાથે જ મુકેશ અંબાણી પણ ન્યૂયોર્કમાં પ્રોપર્ટી શોધી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  દિવાળી પર Reliance Jioની ભેટ- JioFiberના નવા કનેક્શન પર રૂ 6500 સુધીનો ફાયદો

Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Exit mobile version