Site icon News Continuous Bureau | Mumbai

બિઝનેસમેન મુકેશ અંબાણી તેમના ભાવિ પુત્રવધૂ સાથે ભગવાનના શરણે- નાથદ્વારા બાદ તિરુપતિ બાલાજીના કર્યા દર્શન- જુઓ વિડીયો  

News Continuous Bureau | Mumbai

દેશના જ નહીં પણ વિશ્વના પણ ટોચના બિઝનેસમેન મુકેશ અંબાણી(Mukesh Ambani)એ તેમના પરિવાર સાથે ભારતના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંના એક તિરૂમાલા વેંકટેશ્વર મંદિર(Tirumala Venkteshwar)ની મુલાકાત લીધી. મુકેશ અંબાણી(Mukesh Ambani) પુત્રવધુ રાધિકા મર્ચન્ટ(Radhika Merchant) સાથે મંદિરના દર્શને પહોંચ્યા હતા. 

Join Our WhatsApp Channel

 

અંબાણી પરિવાર(Ambani Family) મંદિરમાં દર્શન માટે પહોંચ્યો ત્યારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના એક્ઝિક્યુટિવ ઓફિસર ધર્મા રેડ્ડીએ અંબાણીનું સ્વાગત કરીને દર્શનની વ્યવસ્થા કરી હતી. દર્શન પછી રંગાનાયક મંડપ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમણે આશીર્વાદ લીધા હતા.  

આ સમાચાર પણ વાંચો :  મુંબઈના પડોશી શહેર થાણેમાં પણ સાંબેલાધાર વરસાદ- ઠેર ઠેર ભરાયા પાણી- જુઓ વિડિયો

બિઝનેસમેન મુકેશ અંબાણીની સાથે તેમના સૌથી નાના પુત્ર અનંત અંબાણી(Anant Ambani) અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ(Radhika Merchant) પણ હાજર રહ્યા હતા. અંબાણી પરિવારે ભગવાન વેંકટેશ્વરના દર્શન અને પૂજા કરી હતી. ત્યારબાદ અંબાણી તથા તેમના પરિવારજનોએ અભિષેક અને નિજપદ દર્શન સેવામાં ભાગ લીધો હતો. દર્શન બાદ અંબાણીએ મંદિરને 1.50 કરોડના દાનની જાહેરાત કરી હતી. તેમણે અહીંની ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી.

ઉલેખનીય છે કે તાજેતરમાં મુકેશ અંબાણીએ નાથદ્વારા(Nathdwara)માં શ્રીનાથજી(Sree Nathji)ના દર્શન કર્યા હતા. 

Gold and Silver Price Fall Delhi પીળા અને સફેદ ધાતુમાં ભારે કડાકો ચાંદી ૧૦,૦૦૦ રૂપિયા ગગડી, જાણો આજનો લેટેસ્ટ સોનાચાંદીનો ભાવ
Vladimir Putin Praises Mahindra At BRICS Summit પુતિને બ્રિક્સ મંચ પરથી કેમ કરી મહિન્દ્રા ગ્રુપની સરાહના? જાણો વૈશ્વિક મંચ પર શું બોલ્યા રૂસી રાષ્ટ્રપતિ
SBI NSE IPO Stake Sale એસબીઆઈએ (SBI) માત્ર ૮૦ પૈસામાં ખરીદ્યા હતા એનએસઈ (NSE) ના શેર, હવે મળશે ૨,૨૩,૦૦૦% નો બમ્પર રિટર્ન
BRICS Summit Piyush Goyal પીયૂષ ગોયલે બ્રિક્સ દેશોને બજારો ખોલવા અને બિનટેરિફ અવરોધો દૂર કરવા કરી અપીલ
Exit mobile version